તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી માતૃગયા તિર્થક્ષેત્ર સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકાયો

સિદ્ધપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કારતક સુદ એકમથી સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા છે ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કારતક સુદ એકમથી સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા છે ( ફાઈલ ફોટો)
  • લોકોની આસ્થા પ્રત્યે સંવેદનશીલ છીએ, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પ્રતિબંધ જરૂરી - જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી

ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરના માધુ પાવડિયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે રોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવા આદેશ કર્યો છે. સરસ્વતી નદીમાં કારતક સુદ એકમથી સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોવાથી વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

સોશિયલ ડિસ્ટન્સ જળવાવાની શક્યતાઓ નહિવત હોવાથી નિર્ણય લેવાયો
ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હોવા છતાં પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે. જેને ધ્યાને લઈ પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કલેક્ટરે જણાવ્યું કે, માધુ પાવડિયા ઘાટ અને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિદિન આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત્ છે.

બીજી સુચના ન મળે ત્યાં સુધી સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ રહેશે. વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, તર્પણ એ લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. જેના પ્રતિ વહિવટી તંત્ર સંવેદનશીલ છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...