તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:નોકરીમાંથી કઢાવ્યાની શંકા રાખી પૂર્વ ડ્રાઈવરે સિદ્ધપુર THOને મારી નાખવાની ધમકી આપી

સિધ્ધપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજમાં રુકાવટ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

સિદ્ધપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રેખાબેન નાયક તાલુકા આરોગ્ય કચેરી ખાતે ગુરુવારે બપોરે 1.30 વાગ્યાના સુમારે કોરોના મહામારી લગત રસીકરણ અંગે પોતાના સ્ટાફ સાથે ચર્ચા કરી રહ્યા હતા તે સમયે મેળોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડીના પૂર્વ ડ્રાઈવરે નોકરીમાંથી મને છૂટો કેમ કરાવ્યો છે તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મેળોજ પીએચસીની ગાડીના ચાલક દિલીપભાઈ પરમારને ફરજ પરથી એજન્સી દ્વારા છૂટો કરેલો હોઈ તેણે ડો.રેખાબેન નાયકને તમારા કહેવાથી છુટો કરાયો છે તેમ માની ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ફરજમાં રુકાવટ કરી કચેરીનું વાતાવરણ બગાડ્યું હતું જે દરમિયાન અન્ય સ્ટાફ તાત્કાલિક હાજર થતા ડો.નાયકનો બચાવ થયો હતો. આ અંગે ડો.રેખા નાયક દ્વારા મેળોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભૂતપૂર્વ ડ્રાઈવર સામે સિદ્ધપુર પોલીસ મથકે અપશબ્દો બોલવા તથા કોરોનાની અગત્યની કામગીરીમાં અડચણ કરી તેમની ફરજમાં રુકાવટ કરવા અંગે ધોરણસર કાર્યવાહી કરવા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...