તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવાલયોમાં ભક્તોની ભીડ:સિદ્ધપુરના 5 સ્વયંભૂ મહાદેવ સહિત શિવાલયોમાં સોમવતી અમાસે પૂજા

સિદ્ધપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમવાતી અમાસે સિદ્ધપુરના શિવાલયોમાં કાર્યક્રમો યોજાયા. - Divya Bhaskar
સોમવાતી અમાસે સિદ્ધપુરના શિવાલયોમાં કાર્યક્રમો યોજાયા.
  • શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ
  • સિદ્ધપુર શહેર સહિત તાલુકો શિવમય બન્યો, વિવિધ આંગી રચાઈ

ઉત્તર ગુજરાતના છોટા કાશી ગણાતું અને પાંચ સ્વયંભૂ મહાદેવનું મહત્વ ધરાવતા તીર્થક્ષેત્ર સિદ્ધપુરમાં શ્રાવણ માસમાં શિવ ભક્તિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ત્યારે શિવ મંદિરોમાં શ્રાવણ માસમાં દર્શન, પૂજા, જાપ સિદ્ધપુર શહેર તેમજ તાલુકાના શિવભક્તો દ્વારા શ્રદ્ધા અને પવિત્રતા સાથે કરવામાં આવે છે.

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તાલુકા ઉપરાંત ઉત્તર ગુજરાતના શિવભક્તો કાવડ લઈ સિદ્ધપુર આવી સરસ્વતીનું પવિત્ર જળ ભરી પોતાના ગામના શિવ મંદિરોમાં ચડાવે છે શ્રાવણ માસના સોમવારના દિવસે પાંચ સ્વયંભૂ મહાદેવજીને ફૂલવાડી, જંગલ, સુકામેવાની વાડી, શાકભાજીની વાડી, ફ્રુટ વાડી, અનાજની વાડીના વિશેષ શણગાર કરી સજાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...