સિદ્ધપુરના ખળી ચાર રસ્તાથી ઊંઝા રોડ પર આવેલ પઢીયાર કોલ્ડ સ્ટોરેજમાં રાત્રે તસ્કરો પ્રવેશ કરી એકાઉન્ટ ઓફિસમાં તથા મેઈન ઓફીસના ડ્રોઅરમાંથી આશરે 29 હજાર રૂપિયા રોકડા ચોરી કરી લઈ ગયા હતા. નજીકની એન.કે. બેવરેજીસ, યશ મિનરલ વોટરની ફેક્ટરીમાં પણ ચોરી થઈ હોવાનું જણાયું હતું.
તસ્કરો બારીમાંથી ઓફીસમાં પ્રવેશી ડ્રોઅરમાં રાખેલા રૂ. 20,000 રોકડા ચોરી ગયા હતા. જેથી તસ્કરો બંને ફેક્ટરીમાંથી 49,000 હજાર રૂપિયા રોકડા ચોરી ગયા હતા. જયારે આ તસ્કરોએ તેની બાજુમાં આવેલ અન્ય એક ત્રીજી મોદી શોર્ટેક્સ નામની ફેક્ટરી માં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ નાઈટમાં કામ કરતા કર્મચારી ઓફીએ આવતા તસ્કરો કાંઈ પણ લીધા વગર નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.