કોલેજના પ્રિન્સિપાલને ટ્રસ્ટ દ્વારા નોટિસ:સિદ્ધપુરની સૈફી જ્યુબિલી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ બંધ થઈ જાય તેવી સ્થિતિ

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહીને 5 લાખ રૂપિયા ભાડું ચુકવવું પડશે તો જ કોલેજ ચલાવવાની મંજૂરી આપશે

સિદ્ધપુર શહેરમાં આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓને ધો 12 પછી વધુ અભ્યાસ માટે અમદાવાદ, મહેસાણા જેવા દૂરના સ્થળોએ જવું પડતું હતું ત્યારે સિદ્ધપુર ખાતે દાઊદી વ્હોરા સમાજના ૫૧ મા ધર્મગુરૂ હીઝ હૉલિનેસ ડૉ સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબ(ર.અ.)ના આશીર્વાદ અને પ્રેરણાથી બનેલી સમાજની એજ્યુકેશન વિંગ દ્વારા સૈફી જ્યુબિલી આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ શરૂ કરવામાં આવી હતી.આ સંસ્થા 60 વર્ષ કરતાં પણ વધારે સમયથી શિક્ષણ પીરસવાનું કામ કરી રહી છે.જેને તાળાં લાગી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે..

કોલેજ બિલ્ડીંગ અને કેમ્પસ સૈફી જ્યુબિલી સ્કૂલ એન્ડ મદ્રેસા-એ-યુસુફીયા સોસાયટીની માલિકીનું છે. આ સોસાયટી દ્વારા કોલેજના પ્રિન્સિપાલને લેખિતમાં અલ્ટિમેટમ આપી દેવાયું છે જે મુજબ જુન ૨૦૨૨ પછી જો સદર કૉલેજ ચાલુ રાખવી હોય તો બિલ્ડીંગ અને કેમ્પસનું મહીને પાંચ લાખ રૂપિયા ભાડું કોલેજે ટ્રસ્ટને ચુકવવું પડશે તો જ કૉલેજ ચલાવવાની ટ્રસ્ટ મંજૂરી આપશે અન્યથા જુન- ૨૦૨૨ પછી કોલેજને અન્ય સ્થળે ખસેડવા જાણ કરવામાં આવી છે જેને લીધે આ ગ્રાન્ટેડ કોલેજને આગામી સત્રથી ચોક્કસ તાળાં લાગી જવાની સ્થિતિ સર્જાઈ છે.

સિદ્ધપુર શહેર તેમજ આજુ બાજુના વિસ્તારની ત્રણ કરતાં વધારે પેઢીઓ આ કોલેજમાં શિક્ષણ લઈ ચુકી છે.સિદ્ધપુરમાં દાઊદી વ્હોરા સમાજે શહેરમાં હોસ્પિટલ,ટાવર, નગર પાલિકાની ઓફિસ સહીત ની સખાવતો આપી છે. સ્કૂલ અને કૉલેજ શરૂ કરીને સસ્તુ અને ગુણવત્તા યુકત શિક્ષણ આપ્યું છે. એસ.જે.કૉલેજના વિદ્યાર્થી ઓ પ્રોફેસરોના માર્ગદર્શન માં અભ્યાસ ઉપરાંત સામાજિક સેવા, રમત ગમત,સાંસ્કૃતિક કાર્યક્રમો અને કુદરતી આપદા ના સમયે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં અગ્રહરોળે રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...