ધરપકડ:સિદ્ધપુર પોલીસે રિક્ષા ચોરી કરનારા 6 શખ્સો દબોચ્યા

સિદ્ધપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચોરીની સાત રિક્ષા કબજે કરી

સિદ્ધપુર પોલીસે શહેરમાંથી રિક્ષા ચોરી કરનાર એક શખ્સને ઝડપી લેતા તેણે અન્ય રિક્ષા ચોરોના નામ જણાવતાં પોલીસે તેમને પણ ઝડપી લઈ સાત રિક્ષાઓ કબજે કરી હતી.

ગત 13મી અને 15મીના રોજ રીક્ષાઓની ચોરી થઇ હોવાના અલગ અલગ બે ગુના નોંધાયા હતા. રેન્જ આઇજી મોથલીયા અને પાટણ એસ પી અક્ષર રાજ મકવાણા અને સિદ્ધપુર ડી વાય એસ પી સી એલ સોલંકીની સૂચનાથી પીઆઇ ચિરાગ ગોસાઈ અને પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતાં. પટણી સુરેશ કાંતિભાઈ રહે દેથળી રોડ ભારત દૂધ ડેરી ની સામે વાળો નવી રિક્ષાઓ લાવી સસ્તામાં આપી દે છે. પોલીસે તેને તેના ઘર પાસેથી પકડી પાડી કડક પૂછપરછ કરતા તેણે ચોરેલા તે વાહનો તેમજ તેની સાથેના ઇસમોના નામ જણાવ્યા હતા.

સિદ્ધપુર પોલીસે આ ચોરીના કેસમાં પટણી સુરેશ કાંતિભાઈ, ભાવેશ અમૃતલાલ સોલંકી રહે, દેથળી ઇન્દીરાનગર કિસન જી બાદશાહ ઠાકોર રહે કોટ, અજીતસિંહ પ્રહલાદજી ઠાકોર રહે, ખોલવાડા પટણી મુકેશભાઈ રહે, લાલપુર કૌશિકભાઇ લાલાભાઇ રાવળ રહે ગણેશપુરા તમામ સિધ્ધપુર વાળાઓને પકડી પાડેલ છે આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ લેનાર માંગીલાલ ગિરિધરલાલ રહે હાલ કહોડા વાળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...