કાર્યવાહી:નોટિસ બાદ ફાયર NOC ન લેતાં નર્સિંગ કોલેજની એડમિનિસ્ટ્રી ઓફિસ સીલ

સિદ્ધપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિદ્ધપુર નગરપાલિકાની ફાયર એનઓસી મુદ્દે કાર્યવાહી
  • એક મહિનામાં ફાયર એનઓસી લઈ લેવા પાલિકા દ્વારા મુદ્દત અપાઈ

સિદ્ધપુર શહેરમાં ફાયર સેફટીની સુવિધા વગર ચાલતી હોસ્પિટલો , શાળાઓ તેમજ કોલેજો સહિતના 24 એકમોને પાલિકા દ્વારા ફાયર NOC લેવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. જેમાંથી 21 એકમોના ખાનગી માલિકો દ્વારા ફાયર NOC રિજિયોનલ ફાયર ઓફિસર ગાંધીનગર પાસેથી મેળવી લીધી હતી જ્યારે સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં ફાયર NOC ન લેતા પાલિકાની ટીમ દ્વારા મંગળવારે નર્સિંગ કોલેજની એડમિનિસ્ટ્રેશન ઓફિસને એક મહિનાની મુદ્દતમાં ફાયર NOC મેળવી લેવાની શરતે એડમિનિસ્ટ્રેશન ઓફિસને સિલ કરવામાં આવી હતી.

સિદ્ધપુર શહેરની સરકારી નર્સિંગ કોલેજ, સરકારી હોસ્પિટલ તેમજ સરકારી કેન્સર હોસ્પિટલ સહિતની સરકારી ઈમારતોમાં જ ફાયર સેફટીના સાધનો લગાવેલા હોવા છતાં તેના વાર્ષિક રખરખાવ વર્ષ 2016 બાદ કોન્ટ્રાકટ રીન્યુ ન કરાતા ફાયર NOC રદ્દ કરવામાં આવી હતી જેને લઈ પાલિકા દ્વારા શહેરની સરકારી નર્સિંગ કોલેજને એક મહિનાની મુદ્દતમાં ફાયર NOC મેળવી લેવાની શરતે કોલેજની એડમિનિસ્ટ્રેશન ઓફિસને સિલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...