આક્રોશ:સિદ્ધપુરના ઠાકોરવાસમાં 3 માસથી ડહોળું પાણી આવતાં રહીશોમાં રોષ

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનીક મહિલાઓ દ્વારા વિસ્તારના કોર્પોરેટર, પાલિકા પ્રમુખને મૌખિક રજૂઆત

સિદ્ધપુર શહેરમાં આવેલ પસવાદળની પોળ,વોર્ડ નંબર 4માં આવેલ ઠાકોરવાસ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ડહોળું પાણી આવી રહ્યું હોવાની બૂમ રાવ ઉઠવા પામી છે. તેને લઇને સ્થાનીક મહિલાઓએ તે વિસ્તારના કોર્પોરેટર, પાલિકા પ્રમુખ મૌખિક રજૂઆત કરી છે.

સિદ્ધપુર શહેરમાં આવેલ પસવાદળની પોળ,વોર્ડ નંબર 4મા આવેલ ઠાકોરવાસ વિસ્તારમાં 100 પરિવારના રહીશોએ કોર્પોરેટર તેમજ તંત્ર પર ભારે આક્રોશ ઠાલવતા જણાવ્યુ હતું કે છેલ્લા 3 મહિનાથી વિસ્તારમાં ડહોળું પાણી પીવા મજબૂર બન્યા છે જેના કારણે તે વિસ્તાર લોકોને આરોગ્ય બગડ્યું છે ઝાડા,ઉલટી અને તાવ સહીતની બીમારીઓનો ભોગ બને છે.

આ વિસ્તારના કોર્પોરેટરોને મૌખિક રજૂઆતો કરી હતી. આ રજુઆત ધ્યાને લઇને સત્વરે ડહોળું પાણી નિકાલ કરીને સ્વચ્છ પાણી ન આવે તો આગામી દિવસોમાં વિસ્તારની મહિલાઓ પાલિકા જઇને ઉગ્ર રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

પાલિકા દ્વારા પાઈપલાઈનમાં લીકેજ શોધવા કામગીરી
પાલિકા એન્જિનિયર વિનોદભાઈ પટણી જણાવ્યુ કે વોર્ડ નંબર 4, ઠાકોરવાસ વિસ્તાર ખૂબ જ મોટો છે તેમજ સમગ્ર વિસ્તાર આરસીસી રોડ બનેલ છે એટલે લીકેજની ચોક્કસ જગ્યાનો ખ્યાલ આવતો નથી એટલે તે વિસ્તારમાં ઠેર ઠેર ખાડા ખોદીને ડેમજ પાણીની પાઇપ લાઇનની શોધખોળની કામગીરી ચાલુ છે.ઝડપથી તે વિસ્તારને સ્વચ્છ પાણી પુરૂ પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...