તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સિદ્ધપુરના ગણેશપુરાથી થેલીમાં કપાયેલા પગના અવશેષ મળ્યા

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર માનવ પગ પડ્યા હોવાથી સિદ્ધપુર પોલીસ દોડતી થઈ
  • પોલીસે માનવ અંગો જપ્ત કરી તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યાં

સિદ્ધપુરના દેથળી રોડ ઉપર આવેલા ગણેશપુરા ગામમાં રોડ પર ખુલ્લી જમીનમાંથી પોટલીમાં બાંધેલા માણસના કાપેલા પગના અંગો કોથળીમાં મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે અંગો જપ્ત કરી તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આગળની તપાસ હાથધરી હતી.

સિદ્ધપુર પોલીસને ગુરુવારે સવારે ગણેશપુરા ગામમાં સાંનિધ્ય બંગ્લોઝ આગળના રોડની સામેની બાજુમાં માનવ અંગો વિખરાયેલા પડેલા હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા કોથળીમાં આસપાસ વિખેરાયેલ હાલતમાં માનવના ઘૂંટણ નીચેના પંજા ભાગના પગના કાપેલા અંગો ફેંકાયેલ હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે આસપાસ તપાસ કરતા અન્ય કોઈ અંગો મળ્યા ન હતાં. પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ માટે મળેલ અંગો ભેગા કરી ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. અને અંગોનો એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની તપાસ હાથ ધરશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ પણ સિદ્ધપુર પંથકમાંથી ફેંકાયેલા ભ્ૃૃણના અવશેષોની તપાસ ચાલુ છે ત્યારે વધુ એક મામલો સામે આ‌વ્યો છે.

અન્ય સમાચારો પણ છે...