તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:સિદ્ધપુરમાં ગામધણી શ્રીગોવિંદ માધવ રાયજીની રથયાત્રા ભક્તો વિના નીકળશે

સિદ્ધપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા દરમિયાન1 ડીવાયએસપી, 1 PI, 5 PSI તેમજ 200થી વધુ પોલીસનો કાફલો બંદોબસ્તમાં

સિદ્ધપુર શહેરમાં શરતો સાથે તેથી ચાલુ વર્ષે ભક્તો વિના જ સિદ્ધપુરના ગામધણી શ્રીગોવિંદ માધવ રાયજીની રથયાત્રા નીકળશે પણ કોઈ પણ ભક્તો દર્શનનો લાભ લેવા નહીં આવી શકે તેમજ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ભક્તો દ્વારા કરાતું રથયાત્રાનું સ્વાગત પણ રદ કર્યું છે.

રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોરોનાની ગાઈડલાઈનને અનુસરી રથ ખેંચનારા ભૂદેવો ,ટ્રસ્ટીઓ તેમજ પૂજારી સહિતના 50 જેટલા ભૂદેવોનો આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનો ટેસ્ટ કર્યો હતો. રથયાત્રાનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. જેથી રથ અલવાના ચકલાથી કાળા ભટ્ટના મહાડ બાજુ જશે નહિ પરંતુ અલવાના ચકલા થી મહેતાઓળના મહાડ થઈ સીધો મંડી બજાર થઈ સરસ્વતી નદીના માધુપાવડીયા ઘાટે જશે.ડીવાયએસપી સી.એલ.સોલંકીના જણાવ્યા પ્રમાણે રથયાત્રા દરમિયાન 1 ડીવાયએસપી, 1 PI, 5 PSI તેમજ 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો બંદોબસ્તમાં તૈનાત કરાશે.

આ માર્ગો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું
શહેરના ધોરી પોળ, ખારપાડાનો માઢ , હનુમાન ગલી જવાના ત્રણ રસ્તા, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપોળ, શ્યામજી મંદિર ,છુવારાફળી, ખિલાતર વાડો, અલવાનો ચકલો , વેદવાડો , મહેતાઓળ , રુદ્ર મહાલય , દરબાર ગઢ , નવા ટાવર ( ધર્મ ચકલા ) , ગણપતિ ચોક વિસ્તાર , સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જવાના ગેટ આગળ, જૂની ગઠપોળ ચોકી , માધુપાવડીયા ઘાટ તેમજ મુક્તિધામ ચાર રસ્તા રથયાત્રા દરમિયાન બપોરના ૧૨ વાગ્યાથી રાત્રીના ૦૮ વાગ્યા સુધી આ વિસ્તારના રસ્તાઓ બંધ કરી તેના બદલે માધુપાવડીયાથી મુક્તિધામથી આઈસ ફેક્ટરી થઈ એમ.પી હાઈસ્કુલ થઈ અશોક સિનેમા તરફ, પથ્થર પોળથી જુના ગંજ બજાર ત્રણ રસ્તા થઈ અશોક સિનેમા તરફ, ત્રણ કબરથી ઝાંપલી પોળ ત્રણ રસ્તા દેવડી થઈ અફીણ ગેટ એલ એસ હાઈસ્કુલ તરફ, પસવાદળની પોળથી સિદ્ધેશ્વરી સોસાયટી પોલીસ લાઈન ચાર રસ્તાથી તાહેરપુરા થઈ રાજપુર તરફ, દેસાઈના માઢથી રંગફળી થઈ પસવાદળની પોળ તરફ તેમજ વેદવાડાથી તુલસીપુરા થઈ પસવાદળ તરફના રસ્તા પર ડાયવર્ઝન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...