રજૂઆત:સિદ્ધપુરમાં સફાઈ કામદારોની ભરતી કરવા પાલિકામાં રાવ

સિદ્ધપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પૂર્વ ઉપપ્રમુખ દ્વારા ખાલી જગ્યાઓ ભરવા પાલિકા પ્રમુખ અને સીઓને રજૂઆત

સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં ઘણા વર્ષોથી સાફ સફાઈનું કામ કરતા સફાઈ કામદારોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં વધારો કરવા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જ.લ.પરમાર દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

તેમના જણાવ્યા અનુસાર સફાઈ કર્મચારીઓ વય નિવૃત્તિ, નોકરીના વર્ષો દરમ્યાન વચ્ચે મૃત્યુ કે સ્વૈચ્છિક રાજીનામાંને કારણે દિન પ્રતિદિન સતત તેમની સંખ્યામાં ઘટાડો થતો રહ્યો છે. જ્યારે શહેરનો વિસ્તાર સતત વધતો રહ્યો છે, ત્યારે શહેરના નાગરિકોના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાને લઇ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે નિયમ મુજબ તમામ સફાઈ કામદારોની અત્યાર સુધીની ખાલી પડેલ જગ્યાઓની ભરતી કરવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...