તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રાધનપુર શહેર ભાજપ પ્રમુખે પોતાની માતાને ઘરેથી કાઢી મૂકતાં ભરણપોષણની અરજી કરી

સિદ્ધપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલ્પેશભાઈ ઠક્કર - Divya Bhaskar
કલ્પેશભાઈ ઠક્કર
  • કલ્પેશભાઈ ઠક્કરે પિતાના અવસાન બાદ માતાની સહીઓ કરાવી મિલકત પર કબજો મેળવ્યો
  • તરછોડાયેલાં માતા સિદ્ધપુર પુત્રીના ઘરે રહેવા મજબૂર
  • પુત્રી અને જમાઈએ તો માતાને પોતાના ઘરે રાખ્યાં પણ રાજકીય વગ ધરાવતા ભાઈનો ડર સતાવી રહ્યો છે

રાધનપુર શહેરમાં વસતા ઉદ્યોગપતિ અને શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કરના પિતાના અવસાન બાદ પિતાની મિલકત પર પોતાની માતા પાસે ખોટી સહીઓ કરાવી જબરજસ્તીથી કબજો કરી સગી જનેતાને ઘરમાંથી કાઢી મૂકતાં તરછોડાયેલાં માતાએ છેલ્લે સિદ્ધપુર ખાતે દીકરીના આશરે રહેવાનો વારો આવ્યો છે. રાધનપુર શહેરમાં અંબા ઇન્ડસ્ટ્રિઝના માલિક સ્વ. દેવચંદભાઈ ઠક્કર ઉદ્યોગ પતિ તરીકે ખ્યાતિ મેળવી હતી અને સામાજિક અને રાજકીય રીતે હોદ્દા ધરાવતા હતા.

જેમનું અવસાન થયા બાદ તેમની મિલકત તેમના દીકરા કલ્પેશભાઈ ઠક્કર કે જે રાધનપુર શહેર ભાજપના પ્રમુખ છે તેમના દ્વારા બળજબરીપૂર્વક પચાવી પાડી સગી જનેતા પ્રેમિલાબેનને માનસિક ત્રાસ આપી ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં હતાં. બેસહારા બનેલાં માતા પ્રેમિલાબેન સિદ્ધપુર રહેતી દીકરી ભાવનાબેન અને જમાઈ જયકિશનના ઘરે આવી આશરો લીધો હતો. માતાને ભરણપોષણ મળી રહે તે માટે સિદ્ધપુર પ્રાંત અધિકારીની કચેરીમાં મેન્ટેનન્સ એન્ડ વેલફર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન અધિનિયમ મુજબ લેખીત અરજી કરવામાં આવી છે. પુત્રીના ઘરે લાચારી વશ રહેતાં માતાએ રાજકીય વગ ધરાવતા પુત્ર પાસે ભરણપોષણ માંગ્યું છે.

પ્રેમીલાબેન ઠક્કર (શહેર પ્રમુખનાં માતા)
પ્રેમીલાબેન ઠક્કર (શહેર પ્રમુખનાં માતા)

વડીલો, તમારી મિલકત તમારા પાસે જ રાખજો
મારા જેવા બીજા અનેક વડીલોને મારી નમ્ર વિનંતી છે કે તમારી મિલકત તમારા પાસે જ રાખજો તમારી મિલકતો તમારા દીકરા તેમજ વહુના નામે ન કરતા નહિ તો મારા જેવી કફોડી હાલત બનશે અને છતાં મિલકતે મારા જેમ જીવન વિતાવવા માટે ભરણપોષણની જરૂર પડશે. - પ્રેમીલાબેન ઠક્કર (શહેર પ્રમુખનાં માતા)

જયકિશનભાઈ ઠક્કર ( જમાઈ )
જયકિશનભાઈ ઠક્કર ( જમાઈ )

સાસુને સાચવવા જતાં મારે માથે જોખમ
મારાં સાસુને ચાર માસથી આશરો આપ્યો છે. તેમની સાસુએ તેમને સરકારી કચેરીઓમાં આ બાબતને લગતી સરકારી વિધિઓ કરવાની પાવર ઓફ એટર્ની આપેલી છે. જેને લઈને મારા સાળા મારા પર રોષે ભરાયેલા છે. અને રાજકીય હોદ્દો ધરાવતા હોય મને જીવનું જોખમ હોવાનો ડર લાગે છે તેવું જણાવ્યું હતું. - જયકિશનભાઈ ઠક્કર ( જમાઈ )

ભાવનાબેન, વૃદ્ધાનાં પુત્રી
ભાવનાબેન, વૃદ્ધાનાં પુત્રી

રાધનપુર પોલીસે અમારી વાત સાંભળી નથી
મારો ભાઈ શહેર ભાજપનો પ્રમુખ છે તેમને મારી મમ્મીને માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મુકેલ છે. મારી માતાની ખોટી રીતે સહિઓ કરાવી છેતરપિંડી કરી અડધી મિલકત વેચી નાખેલી છે. જ્યારે કેટલીક મિલકતો તેની દીકરી ના નામે કરી નાખેલ છે. અગાઉ મકાન ખાલી કરાવવા બાબતે રાધનપુર પોલીસ મથકે જાણ કરી હતી. પરંતુ રાજકીય હોદ્દાના કારણે અમારી વાત સાંભળવામાં આવી ન હતી. માતાના ભરણપોષણ માટે સિદ્ધપુર પ્રાંત કચેરીમાં પણ લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ માતાને આજ દિન સુધી ક્યાંયથી પણ ન્યાય મળ્યો નથી. - ભાવનાબેન, વૃદ્ધાનાં પુત્રી

અન્ય સમાચારો પણ છે...