હાલાકી:સિદ્ધપુરના દેથલી ચાર રસ્તા પીકઅપ સ્ટેન્ડમાં અસહ્ય ગંદકીથી લોકો પરેશાન

સિદ્ધપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદકી કરનાર પાસેથી દંડ વસુલાય તેવી લોકોની માંગ

સિદ્ધપુરમાં હાઇવે પર આવેલા દેથલી ચાર રસ્તા પીકઅપ સ્ટેન્ડની અંદર ઘણા મહિનાઓથી ગંદકી ભેગી થતાં આખું પીકઅપ દુર્ગંધ મારે છે. લોકોની માંગ છે કે ત્યાંથી કચરાનો નિકાલ કરવામાં આવે અને લોકોને મુસાફરી માટે વાહનની રાહ જોવા માટે ત્યાં મુકવામાં આવેલ બાંકડા પર બેસવા લાયક જગ્યા કરવામાં આવે. અને સાથે એવા પણ પગલા ભરવામાં આવે કે જેથી ત્યાં કચરો નાખનાર કે ગંદકી કરનાર પાસે થી દંડ વસૂલવામાં આવે. સીસીટીવી લગાવવું જોઈએ જેથી ત્યાં કોઈ ગંદકી ના કરી શકે.

અન્ય સમાચારો પણ છે...