સિદ્ધપુર પાલિકાના પ્રમુખ આચાર્ય કૃપાબેન મનિષભાઈ અને વિવિધ કમીટીઓ ચેરમનોની આગેવાની તળે શહેરના વિવિધ વોર્ડમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત સમયાંતરે થઈ રહ્યા છે જેમાં બસ સ્ટેશન પાસે આવેલ તીરૂપતી માર્કેટની બાજુમાં કરીમાબાદથી ડાયમંડ સોસાયટી માર્ગનું પેવર બ્લોકની કામગીરીનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
આ માર્ગ ઉપર સોસાયટીના રહીશો તેમજ બાજુમાં આવેલ વાણીજ્ય વિસ્તારને કારણે ધસારો રહેતો હોય છે જે નુકસાન થતાં વિસ્તારના રહીશોને ભોગવવી પડતી તકલીફ-અગવડના કાયમી સમાધાન માટે નવીનીકરણ કરવા પ્રમુખે તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરેલ છે.
શહેરને ડસ્ટ ફ્રી કરવાના સંકલ્પને પરિપૂર્ણ કરવાના ભાગરૂપે વિસ્તારમાં પુર્વ શહેર પ્રમુખ-ભાજપ મનીષભાઈ આચાર્ય, વોર્ડના સદસ્ય કનુભાઈ ઠાકોર, જાફરભાઈ મેમીન, સલીમભાઈ મેમીન, સલીમસર,કે.વી.મેમીન તેમજ સોસાયટી અને વિસ્તારના રહીશો ઉપસ્થિતીમાં પેવર બ્લોક ફીક્સીંગની કામગીરીનુ ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.