તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનમાંગ:સિદ્ધપુર રેલવે સ્ટેશને હરિદ્વાર મેલ અને જમ્મુતાવી ટ્રેનનાં સ્ટોપેજ રદ કરાતાં રોષ

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે તંત્ર દ્વારા સિદ્ધપુરનું સ્ટોપેજ પૂર્વવત કરાય તેવી જનમાંગ ઉઠી

છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી કોરોનાના કારણે રેલ્વે દ્વારા બધી મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી અને હાલ પણ અમુક અમુક સ્પેશિયલ ટ્રેનો જ દોડાવાય છેે. જેમાં સિદ્ધપુર સ્ટેશને ઉભી રહેતી બંને ટ્રેનો એક વર્ષથી શરૂ તો કરવામાં આવી છે પરંતુ સિદ્ધપુરને અજમેર, હરીદ્વાર તથા માતા વૈષ્ણોદેવી મંદિર સાથે જોડતી ટ્રેનોનું સિદ્ધપુરનું સ્ટોપેજ રદ કરી દેવામાં આવ્યુ હતું. જે આજ સુધી રદ છે અને આ બંને ટ્રેનો સિદ્ધપુર ઉભી રાખવામાં આવતી નથી.

અમદાવાદ હરિદ્વાર મેઈલનું સિદ્ધપુરને વર્ષોથી મળેલું સ્ટોપેજ રદ થવાથી અજમેર ખ્વાજા ગરીબ નવાજની દરગાહ ઉપર ઝીયારત કરવા જતા ઝાયરીન પણ ઝીયારતથી મહેરૂમ રહે છે તેઓને આવવા જવા પાલનપુરથી બેસવું ઉતરવું પડે છે. માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જવું હોય તો જમ્મુ તાવીનું સ્ટોપેજ પણ રદ કરવામાં આવેલ છે. બંને ટ્રેનમાં ઉંઝા અને પાલનપુરને સ્ટોપેજ મળેલ છે જે મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં આવેલ છે. પરંતુ પાટણ જિલ્લાના મેઈન લાઈન ઉપર આવેલ એકમાત્ર રેલવે સ્ટેશન સિદ્ધપુરની બાદબાકી કેમ તેવો પ્રશ્નો ઊભો થયો છે

સિદ્ધપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોરની સાંસદની ભલામણથી રેલ્વેના અમદાવાદ ડીવીઝનની સલાહકાર સમિતીમાં સભ્ય તરીકે નિમણૂંક થયેલ છે છતાં સિદ્ધપુરની જનતાનો અવાજ રેલ્વે તંત્ર સાંભળતુ નથી. સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને સદસ્યોએ રેલ્વે તંત્રને સામૂહિક રજૂઆત કરવી જોઈએ. રેલ્વે તંત્ર દ્વારા સિદ્ધપુરનું સ્ટોપેજ પૂર્વવત કરાય માંગ ઉઠી છે. }રશ્મિન દવે

અન્ય સમાચારો પણ છે...