તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:નવા ડીડીઓ સિદ્ધપુરમાં નિર્માણાધિન ઓક્સિજન પ્લાન્ટની સ્થળ મુલાકાતે

સિદ્ધપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રમેશ મેરઝાએ તાલુકાના વિકાસ કામો અંગે બેઠક યોજી
  • તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને સિવિલની પરિસ્થિતી જાણી

પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સિદ્ધપુર તાલુકાની મુલાકાત લઇ વિકાસના કામો અને વહીવટી કામો અંગે અધિકારીઓ સાથે બેઠક કરી તાગ મેળવ્યો હતો. તેમજ સિદ્ધપુર સિવિલમાં મંજુર થયેલ નવીન ઓક્સિજન પ્લાન્ટ માટેના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

પાટણના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરેજાએ શુક્રવારે સિદ્ધપુર તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી , મામલતદાર કચેરી , સિદ્ધપુર તાલુકાની મેળોજ ગ્રામ પંચાયત તેમજ સિદ્ધપુર જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ વહીવટી કામો તેમજ નવીન કામો અંગે ચર્ચા કરવા ઉપરાંત સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા 250 એમ.એલના મંજુર થયેલ ઓક્સિજન પ્લાન્ટ નાખવાના સ્થળની મુલાકાત લીધી હતી.

સ્થળની મુલાકાત લઈ ઓક્સિજન પ્લાન્ટ અંગેની વિગતો સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ પાસેથી મેળવી પ્લાન્ટ કાર્યરત કરવા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી એસ.એ. રાજપુરા, સિદ્ધપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રેખા નાયક, નિવાસી તબીબી અધિકારી ડૉ.અશોક મોઢ તેમજ સિદ્ધપુર જનરલ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...