તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સિદ્ધપુરમાં જુનાથી નવા બસ સ્ટેન્ડ સુધી 150થી વધુ કાચાં-પાકાં દબાણો હટાવાયાં

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિધ્ધપુર ના જુના બસ સ્ટેન્ડ થી નવા બસ સ્ટેન્ડ રોડ પરના 150 કરતા વધારે કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. - Divya Bhaskar
સિધ્ધપુર ના જુના બસ સ્ટેન્ડ થી નવા બસ સ્ટેન્ડ રોડ પરના 150 કરતા વધારે કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા.
  • પોલીસ બંદોબસ્ત સાથે સિદ્ધપુર પાલિકા દ્વારા જેસીબીથી દબાણો દૂર કરાયા

સિદ્ધપુરમાં છેલ્લા 20 કરતાં વધારે વર્ષોથી ડીમોલેશન નહીં થવાના કારણે મોટા પ્રમાણમાં જાહેર માર્ગો પર રહેણાંક મકાનો તેમજ દુકાનો બનાવી દબાણો કરાઈ રહ્યા હતા જેથી નગરપાલિકા તેમજ પ્રાંત ઓફિસમાં આ અંગે વારંવાર રજૂઆતો કરાતાં તંત્ર દ્વારા મંગળવારે સવારે નગરપાલિકાની ડીમોલેશન ટીમ દ્વારા જૂના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ જવાના માર્ગ પર વર્ષોથી ઉભા કરેલા અનધિકૃત મકાનો તેમજ દુકાનોના 150 કરતાં વધારે કાચા-પાકા દબાણો જેસીબી મશીનની મદદથી પોલીસ તંત્રને સાથે રાખી નગરપાલિકા દ્વારા હટાવાયા હતા.

આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે જુના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેશન જવાના માર્ગ પર વર્ષોથી અનધિકૃત રીતે મકાનો તેમજ દુકાનો બનાવવામાં આવી હતી. આગળ નવીન બસ સ્ટેન્ડ બનતા રોડ સાંકડો બની જતા રોડને પહોળો કરવા માટે આ માર્ગ પરના તમામ દબાણ કર્તાઓને પુરાવા હોય તો તે લઈ બતાવી જવા તે મતલબની છ માસ ઉપરાંતથી નોટિસો આપવામાં આવી હતી. પરંતુ કોઈ આવ્યું નહોતું આ તોડવાના બે દિવસ પહેલા પણ મૌખિક રીતે સુચના આપી હતી.

પરંતુ દબાણ યથાવત રહેતા ટ્રાફિક માટે સમસ્યારૂપ જુના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ જવાના રોડ પરના દબાણો પ્રાંત ઓફિસરની સૂચનાથી પોલીસ બંદોબસ્ત સાથે સિદ્ધપુર પાલિકા દ્વારા દૂર કરાયા હતા.આ અંગે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આક્રોશ સાથે જણાવ્યું હતું કે અત્યારે દશામાનું વ્રત ચાલી રહ્યું છે જેથી અહીંયા મકાનોમાં દશામાં ની સ્થાપના કરેલ હોવા છતાં તંત્ર દ્વારા મકાનો તોડી પડાયા છે. તંત્રએ આટલું મોડું કર્યું તો વધારે 10 દિવસ પછી ડિમોલિશન ના કરી શકે?

અન્ય સમાચારો પણ છે...