તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સિદ્ધપુરના સરસ્વતી પુલ પરથી પસાર થતી કારમાંથી દારૂ સાથે મહેસાણાનો શખ્સ ઝબ્બે

સિદ્ધપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
એલસીબીએ સિદ્ધપુર સરસ્વતી પુલ પરથી દારી ભરેલી કાર ઝડપી. - Divya Bhaskar
એલસીબીએ સિદ્ધપુર સરસ્વતી પુલ પરથી દારી ભરેલી કાર ઝડપી.
 • પાટણ અલસીબીએ વોચ ગોઠવી કારમાંથી દારૂ ઝડપ્યો
 • પોલીસે રૂ. 1.75 લાખના દારૂ સહિત રૂ. રૂ.2,03,438નો મુદ્દામાલ કબજે લીધો

સિદ્ધપુર સરસ્વતી પુલ પાસે પાટણ એલસીબીની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી કાર ચાલકને દારૂના જથ્થા સાથે ઝડપ્યો હતો. મહેસાણાના ઇસમની કારમાંથી કુલ 28,438નો દારૂ મળી આવ્યો હતો. રેન્જ આઇજી જે.આર.મોથલિયા અને પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સૂચના આપતાં પાટણ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એ.બી.ભટ્ટ, એહેડકો અમિતસિંહ, લાલાભાઇ, જયેશજી, અપોકો મોડજીજી, વિજયભાઇ સહિતની ટીમે સરસ્વતી પુલના બંને છેડે વોચ ગોઠવી વાદળી કલરની કારમાંરોકી મહેસાણાના આશિષકુમાર વિષ્ણુભાઇ પટેલને પકડી કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-213 (કિ.રૂ. 28,438) તથા કિ.રૂ.1,75,000ની કાર સહિત કુલ રૂ.2,03,438નો મુદ્દામાલ કબજે લીધો હતો. કાર ચાલકની પુછપરછમાં અંબાજી દર્શનાર્થે ગયા બાદ ત્યાં આબુરોડ અને સિરોહીના અલગ-અલગ દારૂના ઠેકાઓ પરથી દારૂ ભરી મહેસાણા ખાતે વેચાણ અર્થે લાવતો હતો તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો