બીઆર ટ્રેડર્સની ફેક્ટરીમાં દરોડો:સિદ્ધપુરના બીઆર ટ્રેડર્સની ફેક્ટરીમાં મામલતદારનો દરોડો, સેમ્પલ લેવાયા

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી અનાજનો જથ્થો લવાયો હોવાની બાતમી આધારે રેડ, પુરવઠા ગોડાઉન મેનેજરે અનાજના સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા

સિધ્ધપુર હાઇવે ઉપર આવેલી બી આર ટ્રેડર્સની ફેક્ટરીમાં સરકારી અનાજનો જથ્થો લવાયો હોવાની સિદ્ધપુરના મામલતદાર કમલ ચૌધરીને બાતમી મળતા તેમણે પુરવઠા ગોડાઉન મેનેજર સાથે બીઆર ટ્રેડર્સની ફેક્ટરીમાં રેડ કરી હતી. જોકે તપાસ દરમિયાન મામલતદારે સૂચનાઓ આપતાં પુરવઠા ગોડાઉન મેનેજરે અનાજના અલગ અલગ સેમ્પલ લઇ સીલ કરી લેબોરેટરીમાં ટેસ્ટી માટે મોકલી આપ્યા હતા.

મંગળવારે બપોરેે સિદ્ધપુર મામલતદાર કમલ ચૌધરીને બાતમી મળી કે સિદ્ધપુર પાલનપુર હાઇવે ઉપર આવેલી બી આર ટ્રેડર્સની ફેક્ટરીમાં સરકારી અનાજનો ગેરકાયદેસર જથ્થો ભરાવ્યો છે જેથી મામલતદાર અને પુરવઠા ગોડાઉન મેનેજર જશુભાઈ સોલંકી બીઆર ટ્રેડર્સની ફેક્ટરીમાં પહોંચી રેડ કરી હતી. તપાસમાં પહોંચેલા મામલતદારે સૂચનાઓ આપતા પુરવઠા ગોડાઉન મેનેજર જશુભાઈ સોલંકી દ્વારા ગોડાઉનમાં રહેલા અનાજના જથ્થાના કોથળાઓમાંથી 10 જેટલી થેલીઓમાં સેમ્પલ લીધા હતા અને તે થેલીઓને સીલ કરીને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી આપી હતી.

આ અંગે મામલતદાર કમલ ચૌધરીએ સત્તાવાર નિવેદન આપવાની ના પાડી દીધી હતી.પુરવઠા ગોડાઉન મેનેજર જશુભાઈ સોલંકીએ જણાવ્યા મુજબ બી આર ટ્રેડર્સ ની ફેક્ટરીમાંથી અનાજના જથ્થાના સેમ્પલ લઈ તેને સીલ કરી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી અપાશે જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે જે જથ્થાના સેમ્પલ લીધા છે તે સરકારી જથ્થો છે કે નહીં.

​​​​​​​મામલતદારે મારી કોઈ પૂછપરછ કરી નથી : બીઆર ટ્રેડર્સના માલિક જેમાં મામલતદાર દ્વારા એ તપાસ હાથ ધરી હતી તે ફેક્ટરીના માલિક બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મામલતદાર એ મારી ફેક્ટરીમાં તપાસ કરી છે પરંતુ મારી કોઈ પૂછપરછ કરી નથી કે મને કંઈ પૂછ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...