છેતરપિંડી:ગણવાડા ગામમાં ખોટા પાણી પત્રકો બનાવી પાક ધિરાણની લોન મેળવી

સિદ્ધપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી અને અરજદારની મીલીભગત હોવાની પ્રાંતને રજૂઆત
  • સિદ્ધપુર પ્રાત અધિકારી દ્વારા રેકર્ડ સહિત અન્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા મામલતદારને હુકમ કરાયો

સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામે વાવેતર ન થતું હોવા છતાં ખેતરોમાં વાવણી દર્શાવી ખોટા દસ્તાવેજ આધારે પાક ધિરાણની લોન્ચ મેળવવામાં આવતી હોવાની રજૂઆત પ્રાત અધિકારી સમક્ષ થતાં આ મામલે તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલો ગામલોકોમા ચર્ચાનો વિષય બન્યો છે.

ગામના પ્રતિષ્ઠિત અગ્રણી દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ ગામની સીમમાં આવેલ રે.સર્વે નં.63,64,65 અને 69-1 પૈકીની જમીનમા છેલ્લા સાત વર્ષ થી ભાઈ-ભાઈના અંદરો અંદરના ઝગડાઓના કારણે કોઇપણ પ્રકાર ના ખરીફ પાકોનુ વાવેતર થતુ નથી તેમ છતા તેલીબિયાં રવિપાકોનુ ખોટું વાવેતર બતાવવામાં આવે છે અને ગણવાડા ગામનાં તલાટી પાસે પાણી પત્રક બનાવી ઈ-ધરામા નં-12 મા પાકોની નોંધ/એન્ટ્રી પાડવામાં આવે છે જેના આધારે સદર સર્વે નંબર ઈસમો દ્વારા બેન્કોમાથી કે.સી.સી પાક ધિરાણ માટે લોનો મેળવવામાં આવી રહી છે જેમાં તપાસ કરવા માગણી કરવામાં આવી છે. આ અંગે સિદ્ધપુર પ્રાત અધિકારી દ્વારા રેકર્ડ સહિત અન્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા મામલતદારને હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...