તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:સિદ્ધપુર એસટી ડેપો દ્વારા 69 બસો બંધ કરવામાં આવતાં રોજ 3 લાખનું નુકસાન

સિદ્ધપુર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુસાફરોના અભાવે ખાલીખમ ભાસતું ડેપો. - Divya Bhaskar
મુસાફરોના અભાવે ખાલીખમ ભાસતું ડેપો.
 • ગ્રામીણ રૂટ બંધ કરાતાં માત્ર 20 બસ દોડાવાઈ રહી છે

સિદ્ધપુર એસટી ડેપોની મોટાભાગની બસો બંધ કરાતાં આજુબાજુના ગામડાંના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજુબાજુના ગામડાંના મુસાફરો તેમજ દર્દીઓને નાછૂટકે પ્રાઇવેટ વાહનોમાં મોં માગ્યા રૂપિયા ચૂકવવા મજબુર બની રહ્યા છે. હાલમાં સિદ્ધપુર એસટી ડેપોના રોજિંદા સંચાલનમાં કુલ 89 શિડ્યુલમાંથી હાલ માત્ર 20 બસો ચાલુ છે અને 69 બસો બંધ કરવામાં આવી છે જેમાં રોજ 3 લાખનું નુકસાન થઈ રહ્યું છે.

આ બાબતે સિદ્ધપુર ડેપો મેનેજર ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં સિદ્ધપુર એસટી ડેપોના રોજિંદા સંચાલનમાં કુલ 89 શિડ્યુલમાંથી હાલ માત્ર 20 શિડ્યુલની બસો ચાલુ છે અને 69 બસો બંધ કરવામાં આવી છે. જેમાં એક્સપ્રેસની નવ, કુલ વપરાશ 12, શિડયુલ મિની બસ 5અને કુલ વપરાશ 10, લોકલની છ સિડ્યુલ બસ એમ મળી કુલ 89 શિડ્યુલમાંથી માત્ર 20 ચાલુ છે અને 69 સિડ્યુલની બસો બંધ કરવામાં આવી છે. અત્યારે લગભગ રોજનું ત્રણ લાખ રૂપિયાનું નુકસાન એસટી ડેપોને થઈ રહ્યું છે. લોકડાઉન પહેલા આ આવક ચાર લાખ ઉપર થવા પામતી હતી જેથી ત્રણ લાખ રૂપિયા અત્યારે ઓછા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો