તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપેક્ષા:સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે બનાવેલ માધુ પાવડીયા ઘાટ પર લાઈટો બંધ થતાં હાલાકી

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંવારીકા નદી અને માતૃગયા તિર્થની સુવિધા વધારી પણ જાળવણી નહીં

સિદ્ધપુર શહેરએ કુંવારીકા સરસ્વતી નદી તેમજ માતૃગયા તીર્થ તરીકે ઓળખાય છે. જેથી સરસ્વતીના માધુપાવડીયા ઘાટ પાસે સરકાર દ્વારા સરસ સુવિધા સગવડ ધરાવતો ઘાટ બનાવ્યો હતો. જે ઘાટ પર સુંદર લાઈટના થાંભલા નાખી આખો ઘાટ પ્રકાશિત રહે તે રીતની લાઈટો નાખવામાં આવી હતી. પરંતુ આ લાઈટો છેલ્લા ઘણા વર્ષોથી તંત્રની બેદરકારીથી વાયરીંગમાં ખામી સર્જાતાં બંધ પડી ગઈ હતી જેથી આ સરસ્વતી નદીના માધુપાવડીયા ઘાટ પરની તમામ લાઈટો બંધ હાલતમાં થઈ ગઈ છે.

જેથી શહેરના જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે ધારદાર રજૂઆત કરતાં તંત્ર દ્વારા ઘાટ પર રહેલા નાના થાંભલા વાળી થોડી ઘણી લાઈટો ચાલુ કરી હતી. પરંતુ ઘાટ પર મોટાભાગના ઊંચા થાંભલા થાભલાઓ છે જેની લાઈટો બંધ જ રાખવામાં આવી હતી.

ત્યારે શ્રાવણ માસ ચાલતો હોવાથી ભાવિ ભક્તો ઘાટ પર આવેલા મંદિરોમાં દર્શન કરવા માટે ઘાટ પર આવતા હોય છે. ઘાટ પર બંધ હાલતમાં રહેલી લાઈટોના કારણે ક્યાંક અઘટીત ઘટના પણ ઘટી શકે છે. જેથી સિદ્ધપુરમાં હિતરક્ષક ગ્રુપ ચલાવતા રાજુભાઈ રાવલ તથા યુવા ગ્રુપ મેમ્બરો સારી પ્રયત્નો કરી રહ્યા છે. જેથી સ્થાનિકો પણ તંત્રને લાઈટો ચાલુ કરવા માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...