સારવાર માટે હાલાકી:સિદ્ધપુર સિવિલમાં એમઆરઆઈ મશીન, ICUની સુવિધાનો અભાવ,દર્દીઓને ધારપુર રિફર કરાય છે

સિદ્ધપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અકસ્માતમાં ઘાયલ બસ ચાલક અને એક મુસાફર રજા લઈ સારવાર માટે પાલનપુર ગયા

સિદ્ધપુરમાં શુક્રવારની રાત્રે ખળી ચાર રસ્તાથી બ્રાહ્મણવાડાની વચ્ચે સરકારી એસટી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને લઇને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં 27 મુસાફરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 6 મહિલાઓ , 19 પુરુષો , 2 બાળકો નો સમાવેશ થાય છે. હાલમાં 2 દર્દીઓને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

જેમાં એક દર્દી બસના ડ્રાઇવર છે અને બીજા દર્દી મુસાફર હતા. જેઓ શનિવારના દિવસે એમઆરઆઇ કરાવવાનું હોવાથી સ્વેચ્છાએ રજા લઇને પાલનપુર તપાસ કરવા ગયા હતા.આ ઉપરાંત 13 દર્દીઓને ધારપુર હોસ્પિટલ ખાતે રાત્રે જ પ્રાથમિક સારવાર આપી રીફર કરવામા આવ્યા હતા. અને 14 મુસાફર દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

શુક્રવારે રાત્રે બસનો અકસ્માતમાં જે લોકોની ગંભીર હાલત હતી તેઓને સારવાર આપીને ધારપુર રીફર કરવ્યા હતા. હાલમા દરેક દર્દીઓની હાલતમાં સુધારો છે. સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઇ મશીન, આઇસીયુની અસુવિધાને કારણે ધારપુર રીફર કર્યા હતા. રીફર દરમિયાન ગંભીર હાલત વાળા દર્દી સાથે હોસ્પિટલ સ્ટાફમાંથી માણસને સાથે મોકલ્યા હતા તેમ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ભૂપેન્દ્રભાઈ નારકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...