તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સિદ્ધપુરમાં ટ્રેનોના રદ્દ કરાયેલા સ્ટોપેજ ફરી શરૂ કરવા રજૂઆત

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ સ્ટેશન અધિક્ષકને સમસ્યાઓ મુદ્દે આવેદનપત્ર આપ્યું

સિદ્ધપુરથી ઉત્તર ભારત જવા માટે હરીદ્વાર મેલ અને જમ્મુતાવી ટ્રેનોના સિદ્ધપુર સ્ટોપ મળતા હોવાથી મુસાફરોને ઉ.ભારતના ધર્મસ્થાનો તેમજ ફરવાના સ્થળોએ જવા આવવા સરળતા રહેતી પરંતુ છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી કોરોનાના કારણે રેલ્વે દ્વારા બધી મેલ એકસપ્રેસ ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી જેને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વેસ્ટન રેલ્વે સિદ્ધપુરના સ્ટેશન અધિક્ષક એચ.એમ.મીનાને સ્થાનિક મુદ્દાઓ તેમજ ટ્રેનોના સ્ટોપેજ રદ્દ કરવા આવેદનપત્ર આપ્યુ હતું.

સિદ્ધપુર એક પવિત્ર નગરી તરીકે જાણીતું હોવાથી માતૃગયા તીર્થ તરીકે જાણીતા સિદ્ધપુરમાં વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવતા જતા હોય છે જે મુખ્યત્વે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. સિદ્ધપુરથી અન્ય રાજ્યોમાં પ્રવાસ દરમ્યાન જેમાં મુખ્યત્વે સિદ્ધપુર થી હરિદ્વાર , વૈષ્ણવ દેવી , અજમેર જવા શ્રદ્ધાળુઓને સીધી ટ્રેન ના હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે.

સિદ્ધપુરના યાત્રિકો ને ટ્રેન મેળવવા મહેસાણા જિલ્લાના ઊંઝા અને પાલનપુર જવુ પડતું હોય છે.સિદ્ધપુરમાં જે ટ્રેનોના સ્ટોપેજ રદ્દ કરવા મુદ્દે ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જિ.પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલીયા , તા. પં. ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, પ્રભારી બીપીનભાઈ દવે, ભુરાભાઈ , દિપીકાબેન , હર્ષદભાઈ પાધ્યા , રસિદભાઈ કુરેશી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...