સિદ્ધપુરમાં રહેતા રાજસ્થાની પરિવાર કે જે ત્રણ-ત્રણ પેઢીથી પવિત્ર શ્રાવણ માસમાં બિંદુસરોવર ખાતે આવેલ ભગવાન કપિલ મુનિના આશ્રમમાં નિત્ય નવા સ્વરૂપે 1100 પાર્થેશ્વર લિંગની સ્થાપના કરી તેની પૂજા-આરાધના, અનુષ્ઠાન કરેે છે. જે હજારો શિવભક્તો માટે આકર્ષણ તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. દરરોજ સાંજે પાર્થેશ્વર શિવલિંગને પવિત્ર સરસ્વતી નદીમાં વિસર્જન કરવામાં આવે છે.
પવિત્ર બિંદુ સરોવરના કપિલ મુનિ આશ્રમ ખાતે રહેતા અંબાલાલ શંકરલાલ જોષી (ચૌબીસા)પરિવાર કે જે મૂળ રાજસ્થાન ઉદયપુરના વતની છે જેઓ તેમના દાદાના વખતથી ચાલતી આ માટીના પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના, પૂજાપાઠ, અનુષ્ઠાનની પરંપરાને જાળવી રાખી છે.
અંબાલાલ જોષી જણાવ્યું કે કે દરરોજ સવારે પવિત્ર સરસ્વતી નદીના કિનારેથી માટી લાવી તેમાંથી નાના નાના માટીના 1100 શિવલિંગ બનાવી છીએ. પ્રથમ દિવસે ગાયનું ગોબર, માટી, ચંદન, કેશર અષ્ટગંધ, મધ થકી ગણપતિની મૂર્તિ બનાવાય છ.જેનું સમગ્ર માસ દરમિયાન મહાપુજન કરેે છે.
પાર્થેશ્વરની પૂજામાં અઠવાડિયાના સાતેય દિવસ અલગ અલગ વારે શિવજીના જુદાજુદા યંત્રનું અનુષ્ઠાન કરેે છે. જેમાં સોમવારે નાગપાશ યંત્ર, મંગળવારે ત્રિકોણીયા યંત્ર, બુધવારે કાચબા યંત્ર, ગુરુવારે ચતુષ્કોણ યંત્ર, શુક્રવારે પંચકોણ યંત્ર, શનિવારે ધનુષ-બાણ યંત્ર અને રવિવારે સર્વ રોગ નિવારણ યંત્રની સ્થાપના કરે છે.
આ શિવલિંગોનું ષોડશોપચાર પૂજન,ગાયના દૂધ અને બીલીપત્રથી અભિષેક કરાય છે. આ શિવલીગોનો દર સોમવારે મધ,ધી,શેરડી-કેરીનો રસ જેવા અલગ અલગ દ્રવ્યોથી મહાઅભિષેક કરાય છે. આ અનુષ્ઠાનને ચિંતામણી અનુષ્ઠાન પણ કહેવાય છે, માં ઉમાએ પતિસ્વરૂપે શિવજીને પ્રાપ્ત કરવામાં આ અનુષ્ઠાન કર્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.