સિદ્ધપુર તાલુકાના 55 ગ્રામ પંચાયતના વી.સી.ઈ.ને સરકાર દ્વારા મળતું કમિશન બંધ કરી પગાર આપવાની માંગ સાથે બુધવારે કામગીરી બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ સાથે જલદ આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો.તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
સિદ્ધપુર તાલુકાના વી. સી. ઈ. મંડળના પ્રમુખ પરમાર ભરતભાઈ મૂળાભાઈએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી પંચાયતમાં ખેડૂતોના જમીનના ઉતારા, આવકના દાખલા, સોગંદનામાં, જન્મ મરણના દાખલા જેવા વિવિધ સરકારી કામો ઓપરેટરો દ્વારા ઓછા કમિશન લઈને કાઢી અપાય છે. આ કમિશનથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડે છે. ગ્રામ પંચાયતમાં ખેડૂતોનું કામ કરતા હોઈએ છીએ ત્યારે કમિશન પ્રથા બંધ કરી પગાર ચાલુ કરવામાં આવે. જન્મ મરણની એન્ટ્રીનું ચુકવણું કરવામાં આવે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.