તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સિદ્ધપુર પાલિકાની ત્રીજી સાધારણ સભામાં 14 કમિટીની રચના કરાઈ

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકર અને બાંધકામ ચેરમેન કમલ પાધ્યા વરાયા

સિદ્ધપુર પાલિકાની શુક્રવારે સાંજે મળેલી ત્રીજી સામાન્ય સભામાં પક્ષના મેન્ડેટ આધારે વિવિધ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. સિદ્ધપુર નગરપાલિકા હોલમાં શુક્રવારે સાંજે ત્રીજી સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા ભાજપના આદેશથી નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનોની નિયુક્તિ સર્વ સંમતિથી કરી હતી. જિલ્લા ભાજપના દાદુજી ચાવડા તેમજ વિરેશભાઈ વ્યાસ મેન્ડેડ લઈને બેઠકમાં હાજર રહ્યા હતા.

કારોબારી કમિટી : ઠાકર ધર્મેન્દ્રભાઈ હરિપ્રસાદ બાંધકામ કમિટી : પાધ્યા કપિલ કુમાર હસમુખલાલ સ્ટાફ કમિટી : શુક્લ જનાર્દન કુમાર મનુપ્રસાદ વોટર વર્કસ કમીટી : પોલાદી કૈયુમખાન ઉસ્માનખાન લાઈટ કમિટી : પ્રજાપતી મીના બેન કરશનભાઈ કાયદા કમિટી: ત્રિવેદી અંકુર કુમાર અજીતકુમાર મારફતિયા હિસાબી કમિટી : મોદી સરોજબેન ભરતકુમાર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટી: ઠાકર સોનલબેન નિરંજન કુમાર રમત ગમત બગીચા અને સાંસ્ક્રૃતિક કમિટિ : દવે વર્ષાબેન દેવવ્રતભાઈ ડ્રેનેજ અને સૂએજ કમિટી : ઠાકોર ભાવનાબેન ભરતભાઈ વાહન દુરસ્તી અને ખરીદ સમિતિ : પટેલ કાંતાબેન જ્યંતિભાઈ સ્લમ ક્લીયરન્સ કમિટી : પટેલ અનિતાબેન મહેશભાઈ આયોજન કમિટી : દવે રશ્મિન કુમાર જીતેન્દ્રભાઈ સ્વચ્છતા કમિટ : રાજગુરુ ભાવેશકુમાર અમૃતલાલ

અન્ય સમાચારો પણ છે...