સિધ્ધપુર તાલુકાના સમોડા ગામે દબાણના મામલામાં સ્થાનિક પંચાયત દ્વારા કરાયેલા દંડકીય હુકમ સામે અપીલ રજિસ્ટર ન થયું હોવા છતાં તાલુકા પંચાયત દ્વારા અપીલનો નિકાલ ના થાય ત્યાં સુધી કાર્યવાહી મુલતવી રાખવા હુકમ કરાતા ચર્ચાનો વિષય બન્યો હતો. તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનસ્વી નિર્ણય લીધાનું આક્ષેપ અરજદાર દ્વારા કરાયો છે .
સમોડા ગામના રહીશ ચંદ્રકાંતભાઈ ચૌધરી દ્વારા ગામમાં સ્વ.ચૌધરી શંકરભાઈ વીરસંગભાઈના વારસદારોનું દબાણ દૂર કરાવવા માટે તાલુકા પંચાયત કચેરીમાં અરજી કરી હતી પરંતુ તંત્ર દ્વારા દબાણ દૂર ન કરતા દબાણ કર પાસેથી દંડકીય વસુલાત કરવા ફરીથી અરજી કરી હતી. જેમાં તાલુકા કક્ષાએથી બાબતે રેવન્યુ સર્વે નંબર 1ની ગૌચર જમીન મા તા.10/09/2007થી દબાણ ખુલ્લું કરવામાં ના આવે ત્યાં સુધી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 105 મુજબ દરેક દિવસ માટે રૂપિયા 25 દંડ તા.20/09/2022 સુધી 5586 દિવસના કુલ રૂપિયા 137150 પ્રમાણે ચૌધરી જ્યોત્સનાબેન શંકરભાઈ વગેરે 4ને નોટિસ આપી હતી.
જે બાબતે જ્યોત્સનાબેન શંકરભાઈ દ્વારા જિલ્લા પંચાયત અધ્યક્ષ અપીલ સમિતિને તા.06/10/2022ના રોજ અપીલ મોકલી હતી પરંતુ તે અરજી અપીલ સ્વરુપમાં દાખલ થયા વગર જ સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણદારનો બચાવ થાય તે રીતે જિલ્લા અપીલ સમિતિમાં કરેલ અપીલ બાબતે અંતિમ નિર્ણય ના થાય ત્યાર સુધી આ બાબતે કોઈ આગળની કાર્યવાહી ના કરવા વહીવટદાર અને ત.ક મંત્રીને પરિપત્ર કરતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.