તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર 14 ડિસેમ્બર સુધી ફરી પાબંદી, વિધિ શરૂ કરાવતાં જ 500 જેટલા શ્રદ્ધાળુઓ આવતા 40 વિધિ થઇ પણ ગઇ હતી

સિદ્ધપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિબંધ ઉઠતાં તર્પણ વિધિ ગુરુવારે શરૂ થઈ - Divya Bhaskar
પ્રતિબંધ ઉઠતાં તર્પણ વિધિ ગુરુવારે શરૂ થઈ
 • સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતાં વિધિ અટકાવતાં પોલીસ અને ગોરમહારાજો વચ્ચે રકઝક થઇ

સિદ્ધપુરમાં કોરોના વિસ્ફોટ થતાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં તર્પણ વિધિ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો હતો. જેની મુદત બુધવારે પૂરી થઈ જતાં ગુરુવારે નદી પર તર્પણ વિધિ શરૂ થતાં શ્રદ્ધાળુઓ આવવાનું શરૂ થતાં પોલીસ અને ગોર મહારાજો વચ્ચે રકઝક થઈ હતી. બાદમાં કલેક્ટરના અગાઉના હુકમ મુજબ બે વ્યક્તિઓને હાજર રાખી ને તર્પણ વિધિ કરાવાની છૂટ આપવા ગોર મંડળ દ્વારા રજૂઆત કરાઇ હતી. જોકે તેમાં શું નિર્ણય લેવાય છે તેની પ્રતિક્ષા વચ્ચે ગુરુવારે સાંજે કલેક્ટર દ્વારા પ્રતિબંધિત જાહેરનામાને ફરીથી લંબાવી 14 ડિસેમ્બર સુધી કરી દેતાં તર્પણ વિધિ હાલ અટકી જવા પામી છે. જેને લઇ છેલ્લા એક વર્ષથી બેરોજગાર બેઠેલા ભૂદેવ પરિવારોમાં નિરાશા પ્રસરી હતી.

પોલીસ દ્વારા વિધિ બંધ કરાવતા ઘાટ ફરી સૂમસામ બની ગયો
પોલીસ દ્વારા વિધિ બંધ કરાવતા ઘાટ ફરી સૂમસામ બની ગયો

ગુરુવારે સવાર સાત વાગ્યાથી તર્પણ વિધિ શરૂ થઈ હતી
સિદ્ધપુરમાં કલેકટરનું જાહેરનામું પૂરું થઈ જતા નદીમાં તને ઘાટ માં પોલીસ બેરીકેડ હટાવી દેવાયા હતા અને ગુરુવારે સવાર સાત વાગ્યાથી તર્પણ વિધિ શરૂ થઈ હતી. 400-500 જેટલા શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવેલા હતા અને લગભગ ૪૦ જેટલી તર્પણ વિધિ થઇ હતી. પરંતુ તે પછી પોલીસ ધસી આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી તેથી તર્પણ વિધિ બંધ કરવા જણાવતા પોલીસ અને ગોર મહારાજો વચ્ચે થોડી રકઝક થઈ હતી પણ તર્પણ વિધિ બંધ કરાઇ હતી આ પછી ગોર મંડળના ૪૦ થી ૪૫ જેટલા સભ્યો દ્વારા ગુરુવારે સવારે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જઈ પી.આઈ ચિરાગ ગોસાઈને તર્પણ માટે છૂટ આપવા રજૂઆત કરાઈ હતી. જેમાં તેઓએ તેમના ઉપરી અધિકારીને મળી વિધિ ચાલુ રાખવી કે નહીં તે મુદ્દે બપોર પછી જણાવશે તેમ આશ્વાસન આપ્યું હતું. ગોર મંડળ તેની પ્રતિક્ષામાં હતું. ત્યારે બપોરે ૩:૦૦ વાગ્યાની આસપાસ કલેક્ટર દ્વારા એક વધુ જાહેરનામું પ્રસિદ્ધ કરી અગાઉ આપેલા જાહેરનામની મુદ્દતમાં વધારો કરી 14-12-2020 સુધી તર્પણ તેમજ માતૃ શ્રાદ્ધ વિધિ કરવા પર પ્રતિબંધ રહેશે તેવો હુકમ ફરમાવ્યો હતો.

સંક્રમણ વધવાની શક્યતાને લઇ પ્રતિબંધ લંબાવાયો
પિતૃતર્પણની વિધિ માટે જાણીતા સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં માધુપાવડીયા ઘાટ અને સિદ્ધપુર શહેરના જાહેર માર્ગોની પહોળાઈ વગેરે બાબતો ધ્યાનમાં લેતા સોશિયલ ડિસ્ટન્સની જાળવણીની અમલવારી ખૂબ જ કઠિન હોઈ કોવિડ - 19 ની સૂચનાઓનો ભંગ ન થાય તે માટે તર્પણ વિધિને કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું 02-12-2020 સુધી પ્રસિદ્ધ કરાયું હતું.પરંતુ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાની મોટી શક્યતા તેમજ સમયની માંગ જોતાં આ જાહેરનામાની મુદ્દત તા. 14-12-2020 સુધી લંબાવાયું હતું.

પ્રતિબંધ લંબાવતાં પહેલા બ્રાહ્મણો વિદ્વાનો સાથે વાત કરવી જોઈતી હતી: બ્રહ્મ સમાજ આગેવાન
સિદ્ધપુર બ્રહ્મ સમાજના અગ્રણી અવિનાશભાઈ ઠાકરે જણાવ્યું કે પ્રતિબંધ લંબાવતા પહેલાં કલેક્ટરે બ્રહ્મસમાજના આગેવાનો અને વિદ્વાનો સાથે વાતચીત કરવી જોઈતી હતી. શહેરમાં 80% બ્રાહ્મણો યજમાનવૃત્તિ અને કર્મકાંડી પર ઘર નભાવે છે જેઓ પાસે લોકડાઉન વખતથી આવકનું સાધન નથી અને પરંપરાગત આવક ગુમાવવી પડી છે. આ હકીકત તંત્રે ધ્યાને લેવી જોઈએ . જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી તર્પણ વિધિ બંધ રાખવી જોઈએ કેમકે વિધિ કરાવનાર બ્રાહ્મણ પણ સંક્રમિત થઈ શકે તે અંગેના સવાલમાં અવિનાશ ભાઈ ઠાકરે જણાવ્યું કે આ નિર્ણય તો સમસ્ત ગોર મંડળ કરી શકે.આગળ જતાં એક બ્રાહ્મણ એક યજમાન મુજબ તર્પણ વ્યવસ્થા કરી શકાય તેવું મારૂં અંગત મંતવ્ય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો