મતદાન:સિદ્ધપુર તાલુકામાં 22 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 73.26 ટકા મતદાન થયું

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામે મતદાન કરવા માટે પુરુષોની લાંબી કતારો લાગી હતી - Divya Bhaskar
સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામે મતદાન કરવા માટે પુરુષોની લાંબી કતારો લાગી હતી
  • સાંજ 5 વાગ્યા સુધીમાં 74.03 ટકા પુરુષોએ 72.44 ટકા મહિલાઓએ મતદાન થયું

સિદ્ધપુર તાલુકામાં વહેલી સવારથી 22 ગ્રામ પંચાયતમાં મતદાન મથક પર વહેલી સવારથી મહિલા અને પુરૂષો ની લાંબી કતારો જોવા મળી હતી.સવારે કડકડતી ઠંડીમાં પણ મતદારોના ઉત્સાહથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સિદ્ધપુર તાલુકાના ખોલવાડા, ગણેશપુરા, ઠાકરાસણ સહિતના ગામોની મુલાકાત લેતા મતદાન મથકો ઉપર પુરુષોની સાથે સાથે મહિલા મતદારોની લાંબી કતારો લાગી હતી.

સવારથી બપોર દરમિયાન 40 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે સાંજ 5 વાગ્યા સુધીમાં કુલ 73.26 ટકા મતદાન નોંધાવા પામ્યું છે જેમાં તાલુકામાં 26568 પૈકી પુરુષ 19667 મતદાન કરતા 74.03 ટકા પુરુષોએ મતદાન કર્યું જ્યારે મહિલા મતદારોમાં કુલ 24970 મહિલાઓમાંથી 18088 મતદાન કરતાં 72.44 ટકા મતદાન થવા પામ્યું છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર સુપ્રિયા ગાંગુલી અને મામલતદાર કનકસિંહ ગોહિલ અને તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપરાની રાહબરી હેઠળ મતદાનની કામગીરીની સાથે સાથે કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાયું હતું. મતદાન મથકો ઉપર મતદારોને પ્રવેશતા સેનેટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટ આ અંગે પણ તકેદારી રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...