તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમવાર ભાજપના 36 ઉમેદાવાર:સિદ્ધપુર પાલિકામાં જુના 6 ચહેરા રિપિટ, 26 નવાને ટિકિટ આપી

સિદ્ધપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિદ્ધપુરમાં ભાજપે કુલ 36માંથી ચાર ઉમેદવારનાં નામ જાહેર ન કર્યાં
 • વોર્ડ નંબર 6માં પ્રથમવાર ભાજપના ચાર ઉમેદવારની પેનલ, વોર્ડ નંબર-9માં પ્રથમવાર ભાજપના ઉમેદવારનાં નામ જાહેર

સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપના બેનર હેઠળ 36 ઉમેદવાર ચૂંટણી લડશે. ભાજપ દ્વારા 26 નવા ચહેરાને સ્થાન અપાયું છે. જ્યારે જુના 6 ચહેરાને રિપીટ કરાયા છે. તો ચાર જેટલા ઉમેદવારોનાં નામ જાહેર કરાયાં નથી.

સિદ્ધપુર પાલિકાની ચૂંટણી માટે ગુરૂવારે ભાજપ તરફથી પક્ષમાં 32 ઉમેદવારો પસંદ કરી મેન્ડેટ આપતા જે ટિકિટ વાંચ્છુઓને ટિકિટ મળી નથી તેવા ઉમેદવારો તેમજ ટેકેદારોમાં રોષ છવાયો હતો. જ્યારે જે ઉમેદવારોની ટિકિટ નક્કી થઈને મેન્ડેટ આપવામાં આવ્યો છે તે ઉમેદવારો તથા તેમના ટેકેદારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

ગત 2015ની ચૂંટણીમાં 43,268 જેટલા મતદારો હતા. જ્યારે અત્યારે 2021માં 45,418 જેટલા મતદારો મતદાન કરશે. એટલે કે આ વખતની ચૂંટણીમાં 2150 જેટલા મતદારો વધ્યા છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 15, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 9 અને વિકાસ પેનલના 11 તેમજ 01 અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી. આ વખતે વિકાસ પેનલ નથી. આ વખતે પછાત વર્ગ સ્ત્રીની 02 , સામાન્ય સ્ત્રી 15, અનુસૂચિત જનજાતિની 01, અનુસૂચિત જાતિની 01 તથા સામાન્ય 10 સીટ ઉપર ઉમેદવારો ઉમેદવારી કરશે. ગત ટર્મના નવ જેટલા ઉમેદવારોની ટિકિટ કપાતા નવ જેટલા નવા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ અપાઈ છે.

સિદ્ધપુર પાલિકાના ભાજપના ઉમેદવાર
વોર્ડ નંબર-1
મકવાણા શારદાબેન જેઠાલાલ (નવો ચહેરો)
ત્રણ નામ બાકી

વોર્ડ નંબર-2
દરબાર ક્રિષ્નાબેન મુકેશ સિંહ (નવો ચહેરો)
પટેલ નર્મદાબેન મહેન્દ્રકુમાર (નવો ચહેરો)
પટેલ દિનેશભાઈ કાંતિભાઈ (નવો ચહેરો)
પટેલ નટવરભાઈ કાળીદાસ (રિપિટ)

વોર્ડ નંબર-3
પ્રજાપતિ અલકાબેન નરેન્દ્રભાઈ (નવો ચહેરો)
ઠાકર સોનલબેન નિરંજનભાઇ (નવો ચહેરો)
દવે રશ્મિભાઈ જીતેન્દ્રભાઈ (રિપીટ)
શુકલ જનાર્દનભાઇ મનુપ્રસાદ(નવો ચહેરો)

વોર્ડ નંબર-4
ઠાકોર ભાવનાબેન ભરતસિંહ (રીપીટ)
પ્રજાપતિ મીનાબેન કરસનભાઈ (નવો ચહેરો)
પાધ્યા કપિલભાઈ હસમુખભાઈ (નવો ચહેરો)
આસનાની નારાયણદાસ લાલુમલ (નવો ચહેરો)

વોર્ડ નંબર-5
દવે વર્ષાબેન દેવવ્રત ભાઈ (નવો ચહેરો)
પંડ્યા વર્ષાબેન ભદ્રેશ કુમાર (રિપીટ)
ઠાકર ધર્મેન્દ્રભાઈ હરિપ્રસાદ (રિપીટ)
પંચાલ નિરંજનભાઇ ભોગીલાલ (નવો ચહેરો)

વોર્ડ નંબર-6
બલોચ મહેરુનિશા મહંમદખાન (નવો ચહેરો)
સુવાળા હુસેના બેન યુસુફભાઈ (નવો ચહેરો)
પઠાણ નવાબખાન રસુલખાન (નવો ચહેરો)
પોલાદી કયુમ ન ઉસ્માનખાન (નવો ચહેરો)

વોર્ડ નંબર-7
મોદી સરોજબેન ભરતભાઈ (નવો ચહેરો)
પટેલ કાંતાબેન જયંતીલાલ (નવો ચહેરો)
પટેલ વિક્રમભાઈ કનૈયાલાલ (નવો ચહેરો)
ઠાકોર રાજુજી રવાજી (નવો ચહેરો)

વોર્ડ નંબર-8
ભીલ તરૂણાબેન દિનેશભાઈ (નવો ચહેરો)
પટેલ અનિતાબેન મહેશભાઈ (રીપીટ)
રાજગુરુ ભાવેશકુમાર અમૃતલાલ (નવો ચહેરો)
ત્રિવેદી અંકુરકુમાર અજીતકુમાર (નવો ચહેરો)

વોર્ડ નંબર-9
પરમાર નયનાબેન સુરેશભાઈ (નવો ચહેરો)
ઠાકોર અર્જુનસિંહ બાદરજી (નવો ચહેરો)
તુરી રતિલાલ રામાજી (નવો ચહેરો)
એક નામ જાહેર થવાનું બાકી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો