તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના બ્યૂગલો ફૂંકાયા:સિદ્ધપુર પાલિકામાં કોંગ્રેસ દ્વારા 34 નામો જાહેર વોર્ડ નં.2માં બે બેઠકોના નામોની જાહેરાત બાકી

સિદ્ધપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિધ્ધપુર નગરપાલિકાની ૩૬ બેઠકો માટે શનિવારે ફોર્મ ભરવાની મુદત પૂરી થતા સુધીમાં ૩૬૩ જેટલા ફોર્મ લેવાયા હતા જ્યારે 157 જેટલા ફોર્મ ભરાઈને આવ્યા હતા એ જ રીતે તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે 204 ફોર્મનું વિતરણ થયું હતું તેમાંથી 104 કેટલા ફોર્મ ભરાવીને આવ્યા હતા. જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ૪૨ જેટલા ફોર્મનું વિતરણ કરાયું હતું તેમાંથી ૨૮ જેટલા ફોર્મ ભરીને આવ્યા હતા. દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા ના ઉમેદવારોની યાદી ફોર્મ ભરાયા બાદ જાહેર કરવામાં આવી હતી જેમા વોર્ડ નંબર 2 માં સામાન્ય પુરુષ બેઠકના ઉમેદવાર જાહેર થયા નથી.

ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીઓમાં અને નગર પાલિકાની પ્રાંત કચેરીમાં ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારોના ભારે ધસારા વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઉમેદવારો અને વહીવટી તંત્ર દ્વારા સંપન્ન થઇ હતી. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી ગુરૂવારે મોડી સાંજે પ્રસિદ્ધ થતા શુક્રવારે વિજય મૂહુર્તમાં 12:39 મિનિટે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જયારે કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોને ફોન દ્વારા ટિકિટ ફાળવી દેવાતા કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા અને અપક્ષના ઉમેદવારો પણ ફોર્મ ભરવા એકસાથે આવવાથી ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે નગરપાલિકામાં ભાજપ દ્વારા વોર્ડ નંબર એકમાં બાકી નામો જાહેર કરાયા હતા જેમાં શહેર ભાજપ પ્રમુખ ના પત્નીને ટિકિટ આપવામાં આવી છે.આ ઉમેદવાર માં આચાર્ય કૃપાબેન મનીષકુમાર,પટણી ગીતાબેન ગણપત ભાઈ,મકવાણા શારદાબેન જેઠાલાલ અને ઠાકોર કનુજી દલાજીનો સમાવેશ થાય છે.

વોર્ડ નં-1
રાઠોડ ભીખીબેન મોહનભાઈ
કુંભાર હસીના બેન રફિકભાઈ
પટણી વીરાભાઇ ગુલાબભાઈ
ઠાકોર અમરસિંહ લાલાજી

વોર્ડ નં-2
બારોટ આશાબેન હર્ષદભાઈ
લુહાણા ડિમ્પલબેન વિનોદ કુમાર
બે નામ બાકી છે

વોર્ડ નં-3
ઠાકર દિપીકાબેન હિરેનકુમાર
ઠાકોર જબલબેન પ્રવિણજી
પાધ્યા મેહુલ કુમાર રાજનભાઈ
ઠાકોર બંનેસીંગ ગજેસિંગ

વોર્ડ નં-4
ઠાકોર હેતલબેન નટુજી
પંડ્યા સુનિતા બેન વસંતકુમાર
પાધ્યા હિતેશભાઈ વિષ્ણુપ્રસાદ
પંડ્યા રુદ્રેશ અરૂણભાઇ

​​​​​​​વોર્ડ નં-5
ઠાકોર ચંદ્રિકાબેન દિનેશજી
શ્રીમાળી ગીતાબેન મનોજકુમાર
આચાર્ય સંજયભાઈ સૂર્યકાંત
ઠાકર રાકેશભાઈ જયંતીલાલ

વોર્ડ નં-6
પઠાણ ફરજાનાબેન ઈમ્તિયાઝખાન
ચૌહાણ સમીમ બાનું મહેબુબભાઇ
પોલાદી માજીદ ખાન મહેબુબભાઇ
કુરેશી રસીદભાઇ યુસુફભાઈ

વોર્ડ નં-7
પટેલ ભાવનાબેન વસંતભાઇ
દવે જોગેશ્વરી બેન હિરેનકુમાર
દવે બિપિનકુમાર દેવશંકર
ઠાકોર દિલીપ લાલાજી

વોર્ડ નં-8
ભીલ હસુમતીબેન કનુભાઈ
પટેલ કલ્પનાબેન કિરીટકુમાર
વાણીયા રિતેશ કુમાર હરિભાઈ
ઠાકોર અજુજી શંભુજી

​​​​​​​વોર્ડ નં-9
શાહ જયાબેન નાનજીભાઈ
સોલંકી કેસીબેન નરેશભાઈ
મેમણ ઉસ્માનભાઈ જમાલભાઈ
પઠાણ સલમાનખાન અશરફખાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો