તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Siddhpur
  • In Siddhpur, Financial Assistance To Ritualistic Brahmins And Application To Open A Temple, Families With Difficulty Due To Closure Of Income Of Brahmins

રજૂઆત:સિધ્ધપુરમાં કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક સહાય અને દેવસ્થાન ખુલ્લા મૂકવા આવેદન, બ્રાહ્મણોની આવક બંધ હોવાથી પરિવારોને મુશ્કેલી

સિદ્વપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિધ્ધપુર પ્રાંત કચેરી ખાતે બિંદુ સરોવરમાં યજમાનોના તર્પણ શ્રાદ્ધ કરતા સિધ્ધપુર ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના ભૂદેવોને આર્થિક સહાય ચૂકવવા ગુરુવારે રજૂઆત કરવામાં આવી હતી.

વૃત્તિવાન સંસ્થા વતી પ્રમુખ કિરણભાઈ શાસ્ત્રી દ્વારા પ્રાંત ઓફિસર સુપ્રિયાબેન ગાંગુલીને આવેદનપત્ર આપ્યું હતું .તેમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી રાજ્યભરમાં મંદિરો  તથા ધાર્મિક પૂજા-પાઠ વિધિ બંધ છે લગ્ન પ્રસંગ સમય ગાળો પણ ફેલ ગયો છે. તેથી ગુજરાતના પ્રસિદ્ધ બિંદુ સરોવર ખાતે તર્પણ શ્રાદ્ધ વિધિ કરાવતા બ્રાહ્મણોની આવક બંધ છે. રાજ્યના કર્મકાંડી બ્રાહ્મણોની આવક બંધ હોવાથી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવા બ્રાહ્મણોને બીજા કોઈ જ સરકારી લાભો જેવા કે (અનામત, ખેતીવાડી, લોન) મળતા નથી તેથી ગુજરાતમાં વસતા તમામ કર્મકાંડી બ્રાહ્મણોને યોગ્ય આર્થિક પેકેજ મળે તેમજ ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ દેવસ્થાનો, તીર્થસ્થાનો તેમજ ધાર્મિક કર્મકાંડ શરૂ થાય તેવી માંગણીઓ મુખ્યમંત્રી રૂપાણી અને ઉપ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરવામાં આવી છે.  

અન્ય સમાચારો પણ છે...