તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકો ખફા:સિદ્ધપુરમાં દાઉદી વહોરા સમાજને ટિકિટ ન મળતાં પાલિકા ચૂંટણીનો બહિષ્કાર

સિદ્ધપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરના વોર્ડ નં-6માં ચૂંટણી બહિષ્કારનાં બેનરો લાગ્યાં. - Divya Bhaskar
સિદ્ધપુરના વોર્ડ નં-6માં ચૂંટણી બહિષ્કારનાં બેનરો લાગ્યાં.
  • પાલિકામાં સમાજના એકપણ નેતાને ટિકિટ ન મળતાં સ્થાનિકો ખફા
  • વોર્ડ નં-6માં રસ્તા, પાણી, સ્વચ્છતા, લાઈટ સહિતના પ્રશ્નો કોઈ સાંભળતું નથી

સિદ્ધપુરના વોર્ડ નં - 6 માં દાઉદી વોહરા સમાજના લોકોએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને દાઉદી વોહરા સમાજના એકપણ વ્યક્તિને ટિકિટ ના આપી સમાજ સાથે અન્યાય કર્યો હોવાના આક્ષેપ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સિદ્ધપુરમાં દાઉદી વોહરા સમાજનો એક પ્રતિનિધિ પાલિકામાં હોવો જોઈએ જે તેમના પ્રશ્નોનો હલ કરી શકે પરંતુ એક પણ પક્ષ દ્વારા આ સમાજને ટિકિટ ફાળવવામાં આવી નથી.

જેના કારણે દાઉદી વોહરા સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉપરાંત વોર્ડ નં - 6 માં રોડ રસ્તા, સ્વચ્છતા, લાઈટ અને પાણીના પ્રશ્નોને લઈ સ્થાનિકો પરેશાન છે. અનેક રજૂઆતો છતાં વર્ષોથી સમસ્યાનો ઉકેલ ન આવતાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો