હાલાકી:સિદ્ધપુર સિવિલમાં સાત પૈકી માત્ર બે વોટરકુલર ચાલુ,બાકીના બંધ

સિદ્ધપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડા પાણીના અભાવે દર્દીઓ અને સ્વજનો ત્રાહિમામ

સિદ્ધપુર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે 4 માળની સિવિલ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. સિવિલમાં બાળ વિભાગ, આંખનો વિભાગ, ગાયનેક વિભાગ, લેબોરેટરી, જનરલ વોર્ડ, તાત્કાલિક સારવાર વિભાગ પૈકી મોટા ભાગના વિભાગોમાં ઠંડા પાણીના કુલર બંધ હાલતમાં જોવા મળે છે. આખી હોસ્પિટલમાં 7 પૈકી માત્ર બે જ કુલરમાં પાણી આવે છે.

સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવેલી સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ઠંડા પાણીની સુવિધા બંધ હાલતમાં જોવા મળે છે. સિવિલમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત બિંદુ સરોવરમાં પણ કાળઝાળ ગરમીમાં લોકોને પીવા માટે ઠંડું પાણી નથી મળતું. બિંદુ સરોવરમાં પીવા માટે પાણીની પરબો તો છે પરંતુ ઠંડું પાણી લોકોને મળતુ નથી.

અન્ય સમાચારો પણ છે...