તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:તારા પિયરથી 5 લાખ લઇ આવ કહી પરિણીતાને સાસરિયાએ કાઢી મૂકી

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરીયાના પાંચ સામે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

સિદ્ધપુરની મારુતિ સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન જોશીના લગ્ન આઠ વર્ષ અગાઉ અમદાવાદની શ્રીજી કૃપા સોસાયટી,વિરાટનગર ઓઢવ રોડ, મુળ વેડા ભિલમાલ જિ. જાલોર રાજસ્થાન સાથે થયા હતા.પુત્રી અને પુત્રના જન્મ બાદ પતિ , નંણદ અને સાસુ ઘર કંકાસ કરી મહેણાં મારી માનસિક ત્રાસ આપી લગ્નમાં તારા બાપુજીએ કરિયાવર ઓછું આપેલ હોય તારા ઘરે થી પાંચ લાખ રૂપિયા લઈ આવે તો ઘરમાં સારું રાખીશું કહેતા પરિણીતાએ મારા બાપુજી પાસે પૈસાની સગવડ ન હોવાથી હું પૈસા નહીં લાઉ તેમ કહેતા ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલી મારઝૂડ કરતા હતા.

5 ડિસેમ્બર 20ના રોજ કરિયાવરના દર દાગીના સાસરીયાએ લઈ લઇ અને પરિણીતાને પહેરેલા કપડે ઘરેથી કાઢી મુકી હતી .જેથી મહિલા તેના ભાઈ પાસે રહે છે.પરણીતાએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં રાજપુરોહિત હિરેનભાઈ જવાહરભાઈ,રાજપુરોહિત લક્ષ્મીબેન,રાજપુરોહિત,શારદાબેન,રાજપુરોહિત કરસન અને રાજપુરોહિત શામળાજી હકમાંજી રહે. તમામ અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...