ફરિયાદ:સિદ્ધપુરના ગાગલાસણની યુવતીને સાસરિયાં માર મારી કાઢી મુકી

સિદ્ધપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંકરેજના રાનેર ગામના પતિ સાસુ-સસરા સામે ફરિયાદ

સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામની દિકરીને રાનેર ગામના સાસરિયાં મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકેલી હતી. પરણિતાઅે પિયર ગાગલાસણ ગામે પિયર સિદ્ધપુર પોલીસ મથકે પતિ સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. સિદ્વપુર તાલુકા ગાગલાસણ ગામે રહેતા અરૂણાબેન પ્રહલાજી ચૌહાણ લગ્ન સમાજના રીતી રિવાજ મુજબ પાંચ વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના રાનેર ગામે રહેતા ગોહીલ વિપુલજી લીલાજી સાથે થયા હતા લગ્ન જીવન છેલ્લા બે વર્ષથી પતિ સાસુ સસરાની ચઢામણીથી અવાર નવાર મારઝૂડ કરતો હતો.

તારીખ 10/04/2022ના રોજ તેમના સવારે તેમના પતિ દારૂ પીને અાવીને ગડદાપાટું માર મારુ ઘરમાંથી કાઢી મુકી હતી. અા અંગે પરિણીતાઅે સિદ્ધપુર પોલીસ મથકે પતિ વિપુલજી લીલાજી ગોહીલ, સાસુ સુરજબેન લીલાજી ગોહીલ અને સસરા લીલાજી જેણાજી ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી હેડ કોન્સ્ટેબલ અરવિદકુમાર જુમાજી સોલંકી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...