આત્મહત્યા:દેથળી ગામે યુવાને બોરની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી

સિદ્વપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્વપુર પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સિધ્ધપુર તાલુકાના દેથળી ગામે આવેલ વટેશ્વર મહાદેવ મંદિરના બસ સ્ટેન્ડ સામેના ખેતરમાં આવેલ બોરની ઓરડીની એન્ગલમાં યુવાને દોરી ભરાવી આપઘાત કરતા ચકચાર મચી હતી. જોકે મૃતકની બહેને તેના ભાઈને કોઈ છોકરીએ ફસાવ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી.

અમિતને ખેતરમાં કામ કરતા  ભાગીયા  સિપાઈ અબ્બાસભાઈ કેશુભાઈને જણાવી ખેતરમાં કામકાજ અર્થે રાખ્યો હતો

સિધ્ધપુર તાલુકાના દેથલી ગામનો વતની અને દેથળી ગામે વેલ્ડીંગની દુકાનમાં કામ કરતો અમિત રમેશભાઈ પંચાલ (ઉ.વ.29) બે દિવસ પહેલા દેથળી ગામમાં ખેતર ધરાવતા વજીરઅલી સૈયદને મળી હાલ પોતે કશું કરતો નથી અને મારે ખેતરમાં કામ કરવું છે.તેવુ જણાવતા દેથળી ગામનો જ વ્યક્તિ હોઇ તેની બેન જેને ઊંઝા તાલુકાના ઉપેરા ગામે પરણાવેલ છે મા-બાપ હયાત નથી તેને ફોન પર વાત કરતા તેણીને પણ કામે રાખવા જણાવ્યું હતું આથી અમિતને ખેતરમાં કામ કરતા  ભાગીયા  સિપાઈ અબ્બાસભાઈ કેશુભાઈને જણાવી ખેતરમાં કામકાજ અર્થે રાખ્યો હતો.  મંગળવારે સવારે ખેતરના ભાગીયા બોરની ઓરડી ખુલ્લી રાખી કામ અર્થે બહાર ગયેલા હતા સવારે આશરે દસ વાગ્યાના સુમારે  અબ્બાસભાઈએ આવીને ઓરડી ખોલતા અમિત રમેશભાઈ પંચાલ બોરની ઓરડીમાં એંગલ ઉપર દોરી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો આ ઘટનાની ખેતરના માલિકને જાણ થતા તેઓએ આવી પોલીસને જાણ કરતાં પોલીસે પંચનામું કરી લાશને પી.એમ કરવા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

છોકરીએ ફસાવ્યાની આશંકા : મૃતકની બહેન

 મૃતકના બેન સોનલબેન રાહુલકુમાર પંચાલને પુછતાં સોનલબહેને તેના ભાઈને પાટણ ખાતે કોઈ છોકરીએ ફસાવી કોર્ટમાં કેસ કરવાની અને પોલીસ પાસે પકડાવી દેવાની ધમકીઓ આપતા આવું પગલું ભરવા પ્રેરાયો હશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...