ધાર્મિક:સિદ્ધપુરના બિંદુ સરોવરમાં સર્વપિતૃ અમાવાસ્યાએ માતૃ-પિતૃઓનાં શ્રાદ્ધ

સિદ્ધપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સહિત પરપ્રાંતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઊમટ્યા
  • જેમનાં માતૃ-​​​​​​​પિતૃના નિધનની તિથિ યાદ નથી તેવાનાં શ્રાદ્ધ કરાયાં

સિદ્ધપુરના પ્રસિદ્ધ બિંદુ સરોવર ખાતે બુધવારે ભાદરવા માસનો છેલ્લો દિવસ એટલે કે સર્વ પિતૃ અમાવાસ્યા હોવાથી જુદા જુદા રાજ્યો તેમજ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવી પોતાના સ્વજનોનુ વિધિવિધાન સાથે શ્રાદ્ધ કરી ધન્યતા અનુભવી તૃપ્ત થયા હતા. ભાદરવા માસની અમાસએ પિતૃઓની કૃપા મેળવવા માટે ઉત્તમ દિવસ હોવાથી તેમજ જે સ્વજનની મરણતીથી યાદ ન હોય અને તેમનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે આ અમાસને સર્વ પિતૃ અમાવાસ્યા, મહાલય અમાસ કે મોક્ષદાયિની અમાસ પણ કહેવામાં આવે છે. સર્વપિતૃ અમાસના દિવસે બધા જ પૂર્વજો માટે શ્રાદ્ધ, અર્પણ, તર્પણ કરવાથી પિતૃઓ સંપૂર્ણ તૃપ્ત થઈ આશીર્વાદ આપે છે જો પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં ન આવે તો પિતૃદોષ લાગે છે મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કર્યા બાદ પણ સર્વ પિતૃ અમાવાસ્યાએ જાણ્યા-અજાણ્યા કે રહી ગયેલા તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે.

અન્ય સમાચારો પણ છે...