આપઘાત:10 માટે પત્નીએ ટોણો મારતાં પતિનો આપઘાત

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરમાં નગરશેઠની ખડકીનો બનાવ
  • પિતા પાસે પુત્રે 10 રૂ. માગતા ન આપતાં પત્નીએ ટોણો મારતાં પતિને લાગી આવ્યું

સિદ્ધપુરમાં મંગળવારે પિતા પાસે પુત્રએ 10 રૂપિયા માંગતા પિતાએ પુત્રને ના આપતાં આધેડની પત્નીએ તેનો પતિને ટોણો માર્યો કે તમારી જોડે 10 રૂપિયા પણ નથી? આ વાતથી પતિને લાગી આવતા તેને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું.

સિદ્ધપુરમાં બેંક ઓફ બરોડાની સામે પત્થરપોળ નગરશેઠની ખડકી વિસ્તારમાં રહેતા મહેશકુમાર નટવરલાલ મોદી(ઉ.વ.58) પાસે તેમના દીકરાએ 10 રૂપિયા માંગ્યા હતા જેથી હાલમાં કોઈ ધંધો મળતો નથી તેમ કહેતાં મહેશભાઈની પત્નીએ રોજ દૂધ વેચાણ માટે જાઓ છો. છતાંય તમારી પાસે 10 રૂપિયા નથી. હું પોલીસ સ્ટેશન જાઉં છું. તેમ કહેતાં આ વાત મહેશકુમારને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પણ ત્યાં સુધી તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...