સન્માન:સનાતન ધર્મ પ્રચારક સિદ્ધપુરના યુવાન દ્વારા ઈટાલીમાં નરેન્દ્ર મોદીનું સન્માન

સિદ્ધપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્થ ગીરીજાપ્રસાદ ગુરુએ નરેન્દ્ર મોદી સાથે 20 મિનીટ વાર્તાલાપ કર્યો

જી - 20 દેશોની ઈટલીમાં યોજાયેલ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જતાં ઈટલીમાં 84 વ્યક્તિઓ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વેટિકન સિટી ખાતે હોલમાં એકત્રિત થયા હતા. જેમાં સિદ્ધપુર બ્રહ્મ સમાજના યુવાન અને ઈટલીમાં હિન્દૂ સંસ્કૃતિના પ્રચાર - પ્રસારની કામગીરીમાં મહત્વની ભૂમિકા બજાવી રહેલ પાર્થ ગીરીજાપ્રસાદ ગુરુ ( આંબલિયાસણ વાળા )ને આ ટીમમાં સ્થાન મળ્યું હતું.

નરેન્દ્ર મોદીને આવકારવાના સમયે આ ટિમમા સિદ્ધપુરના પાર્થ ગુરુએ નરેન્દ્ર મોદી સાથે ગુજરાતીમાં 20 મિનિટ સુધી વાત કરી બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના વડા પૂ.ડાહ્યાભાઈ શાસ્ત્રીના ખબર અંતર પૂછ્યા હતા. ઈટલી ખાતે કાર્યરત હિન્દૂ સનાતન યુનિયન વતી પાર્થ ગુરુએ યુનિયનની હિન્દૂ સંસ્કૃતિની વિગતો અને કામગીરી દર્શાવતું પુસ્તક નરેન્દ્ર મોદીને અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...