બિલોરી કાચથી હોળી પ્રગટાવાઈ:સિદ્ધપુરમાં બિલોરી કાચથી અગ્નિ પેટાવી હોળી પ્રગટાવાઈ

સિદ્ધપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરમાં સાંજે 7 કલાકે શહેરના તમામ મહોલ્લામાં હોળી પ્રગટાવવામાં આવી હતી. જે પૂર્વે શહેરના જોષીઓની ખડકીમાં બપોરે 3 કલાકે સૂર્યપ્રકાશને બિલોરી કાચની મદદથી ગાયના છાણામાં પરાવર્તિત કરી તેમાં અગ્નિ પ્રગટાવાયો હતો અને તેના થકી મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી અને નાના ભૂલકાઓના ઢોલ-નગારાઓના નાચ સાથે હોલિકા દહન કરાયું હતું.

ત્યારબાદ શહેરના તમામ મહોલ્લાઓમાં પિતાંબરધારી ભૂદેવો દ્વારા પ્રગટાવેલ અગ્નિને લઇ જઇને દરેક મહોલ્લાઓમાં હોલીકા દહન કરાયું હતું.એકમાત્ર સિદ્ધપુરમાં બપોરે સૂર્યપ્રકાશના કિરણો બિલોરી કાચની મદદથી ઝીલીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે. જોષીઓની ખડકીના વિપુલભાઇ જોષીએ જણાવ્યુ હતું કે હોળીના સમયે વરસાદી કે વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે અરણીના લાકડાને મંથન કરીને પ્રથમ રૂ એટલેકે કપાસમાં અગ્નિ પ્રગટાવી તેનાથી છાણા પર પ્રગટાવવામાં આવે છે. 100 વર્ષથી ચાલી આવતી દિવાસળી કે કેરોસીન પેટ્રોલથી સ્થાને બિલોરી કાચની હોળી પ્રગટાવાની પરંપરા છે.

અન્ય સમાચારો પણ છે...