તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિદ્ધપુર હાઈવે ઉપર બિંદુ સરોવર પીક અપ સ્ટેન્ડ નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલ જીવલેણ અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલોને સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર ન મળતાં અને ધારપુર ખસેડતા રસ્તામાં વિનોદજી અને દશરથજીના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ હતી, સાથે સિવિલ હોસ્પિટલની અસુવિધાઓને લઈને મોટી સંખ્યામાં હાજર યુવાનોએ ભારે નારાજગી વ્યકત કરી ફર્નિચરની તોડફોડ કરી હતી જ્યારે શુક્રવારે વિરોધ પ્રદર્શન કરી ડોકટરોને સસ્પેન્ડ કરવાની માંગણી ઉચ્ચારી હતી.
ગુરુવારે ઘટના સમયે ઉશ્કેરાયેલા ઠાકોર સમાજના યુવાનોએ એક ગાડીનો કાચ તોડી નાખ્યો હતો, ડ્રેસિંગ રૂમ અને વેઈટીંગ રૂમના દરવાજાના કાચ તોડ્યા હતા ત્યારે શુક્રવારે અમારા મિત્ર વિનોદ અને દશરથને ન્યાય આપો, 24 કલાક ડોક્ટર હાજર રહેવા જોઈએ, ડોક્ટરોને સસ્પેન્ડ કરો, જનતા જાગો સિવિલ બતાવો, ન્યાય આપો ન્યાય અપાવો, ડોક્ટર હાજર હોત તો અમારા મિત્ર બચી જાત તેવા બેનરો સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો. યુવાનોએ સિદ્દપુર સિવિલના ગેટ બંધ કરીપ્રસાશનની લાપરવાહી સામે પ્રદર્શન કરતાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.