તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગોકુલ પ્રીમિયર લીગ સિઝન -1નો પ્રારંભ

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાં ગોકુલ ટુર્નામેન્ટ નો આરંભ થયો હતો. - Divya Bhaskar
સિદ્ધપુરમાં ગોકુલ ટુર્નામેન્ટ નો આરંભ થયો હતો.
  • સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારોની 32 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે

સિદ્ધપુરમાં આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સ્થિત ક્રિકેટના મેદાનમાં સરખેજના મહામંડલેશ્વર ૧૦૦૮ વેદાંતાચાર્ય ઋષિભારતીજીની પ્રેરણા થકી શનિવારથી 10 દિવસીય ગોકુલ પ્રીમિયર લીગ સિઝન- 1 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારોની 32 ટિમો રમશે. ગોકુલ પ્રીમિયર લીગ સિઝન - 1 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ટિમ ફાઈનલ મેચમાં વિજય બનશે તેને રૂ.૩૧,૦૦૦ રોકડ તેમજ ટ્રોપી થકી આયોજકો દ્વારા સન્માનિત કરાશે.

નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ મેચોનું યુ-ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરાશે તેમજ મેચના સ્કોર બોર્ડ ગૂગલ પર મુકાશે. ગોકુલ પ્રીમિયર લીગ સિઝન - 1 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગુજરાત સરકારની તમામ પ્રકારની કોરોના ગાઈડલાઈનના પાલન સાથે તેમજ ક્રિકેટના મેદાનમાં ફક્ત ૫૦ જ દર્શકો સાથે ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ટુર્નામેન્ટનું આયોજન સંકેત ઠાકર, વિપિન પ્રજાપતિ અને અર્પિત ઠાકર દ્વારા કરાયું હતું. ગોકુલ પ્રીમિયર લીગ સિઝન- 1 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે ગુજરાત જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, સરખેજથી ખાસ પધારેલ વેદાંતાચાર્ય ઋષિભારતીજી બાપુ , હરિદ્વારથી પધારેલા મહંત વિશ્વેશ્વરી માતાજી, સિદ્ધરાજ રમેશભાઈ ઉર્ફ સન્ની(ચંદ્રાવતી), અંકુરભાઈ મારફતિયા, રામદેવ ગ્રુપના ભાવેશ રાજ્યગુરુ નિકુંજ દેસાઈ સહિત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...