પરંપરા:સિદ્ધપુર અંબાવાડીમાં અગિયારસથી શરદપૂર્ણિમા સુધી ગરબા શરૂ

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરની અંબાવાડીમાં અગિયારસથી શ્રી શક્તિ મંડળના ગરબા શરૂ થયા. - Divya Bhaskar
સિદ્ધપુરની અંબાવાડીમાં અગિયારસથી શ્રી શક્તિ મંડળના ગરબા શરૂ થયા.
  • શક્તિ મંડળની પૌરાણિક કાળથી ચાલી આવતી પરંપરા યથાવત

સિદ્ધપુરમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં અંબે માતાનું મંદિર આવેલું હોઈ અંબાવાડી તરીકે પણ ઓળખાય છે. શહેરમાં નવરાત્રીનો પ્રારંભ અંબાવાડીના ચાચર ચોકમાંથી શરૂ કરી હતી. સિદ્ધપુરના સૌથી જૂના મંડળ ગણાતા એવા શ્રી શક્તિ મંડળ દ્વારા શક્તિ મંડળ દ્વારા છેલ્લા 73 વર્ષથી અંબાવાડી ખાતે માતાજીના ચાચર ચોકમાં પરંપરાગત રીતે આસો સુદ અગિયારસથી શરદ પૂર્ણિમા સુધી માતાજીના ગરબા અને ભજન ગાઈ માતાજીની આરાધના કરાય છે. માતાજીનું મંદિરને રોશનીથી શણગારાય છે.

શરદ પૂર્ણિમાએ મંદિર પરિસરની આસપાસ દીપ પ્રગટાવી દેશભક્તોને અને સિદ્ધપુરના સંતો મહંતોની પ્રતિમા મૂકી તેનું પૂજન કરાય છે તથા મધ્યરાત્રીએ ભક્તોને દૂધ પૌવાનો પ્રસાદ અપાય છે. સિદ્ધપુરના શ્રીશક્તિ મંડળની સ્થાપના કરનાર ચંદુદાદા આચાર્ય દ્વારા ઈ.સ.૧૯૪૮મા શરૂ કરાયેલ ગરબા આજ દિન સુધી તેમના ગયા પછી વારસો ભુપતભાઈ તેમજ તેમના પુત્ર પુનિત આચાર્યની ટીમ દ્વારા પરંપરાગત માતાજીના ગરબા અને ભજન ગવડાવી માતાજીની આરાધના કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...