તંત્રની બેદરકારી:સિદ્ધપુર સરસ્વતી નદીના પુલ પર ભયસૂચક લાલ લાઈટ બંધ

સિદ્ધપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતનો ભય હોઈ વહેલી તકે ચાલુ કરવાની માંગ

સિદ્ધપુરની પ્રખ્યાત એવી કુંવારીકા સરસ્વતી નદીના હાઇવે પુલ પર ભય સૂચક દર્શાવતી લાલ લાઈટ કેટલાય સમયથી રાત્રિના સમય દરમિયાન જ બંદ હાલતમાં જોવા મળે છે.

અને એ પણ એવી જગ્યા એ કે જ્યા ભયસૂચક દર્શવતુ સાઈનબોર્ડ પણ લગાવેલું છે, સરસ્વતી નદીના હાઇવે પુલ પર બંને બાજુ ભયસૂચક દર્શાવતી લાલ લાઈટ મુકવામાં આવી છે પણ એની એક બાજુ જ લાલ લાઈટ ચાલુ છે અને બીજી બાજુ બંદ હાલતમાં છે, જો એવા ભય સૂચક રસ્તા પર લાલ લાઈટ બંદ હાલતમાં હોય તો બની શકે કે કોઈ વાહનોનો અકસ્માત થઇને મોટી જાન હાનિ થઈ શકે છે.

તંત્રએ વહેલાથી વહેલા એ લાલ લાઈટ ચાલુ કરાવવી જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ મોટો બનાવ ટાળી શકાય.

અન્ય સમાચારો પણ છે...