આયોજન:સિદ્ધપુરમાં ચૌદશ ખડાલિયા હનુમાન દાદાની પલ્લી ભરાશે

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે પલ્લીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે

સિદ્ધપુર શહેરમાં આસો સુદ ચૌદશે રાજપુર ગામના પાદરે આવેલા શ્રી ખડાલીયા હનુમાન દાદાના મંદિરે આજે મંગળવારે ધામધૂમથી પલ્લી ભરવામાં આવશે. ઉદેપુરના પહાડોમાં સ્વયંભૂ પ્રગટ થયેલા અને લાખા વણઝારાની પોઠ મારફતે આવેલા અને ખડાલ ગામમાં સ્થાપિત થઈ શ્રી ખડાલિયા હનુમાનજીના નામથી પ્રસિદ્ધ પામેલા એવા શ્રી ખડાલીયા હનુમાનજી દાદાનો પલ્લી ઉત્સવ આદી અનાદીકાળથી ઉજવાતો આવે છે અને આજે પણ એ જ ધૂમધામથી હનુમાન દાદાના ભક્તજનો દ્વારા ઉજવાય છે. હાલનું હનુમાનદાદાનું નિજ મંદિર સિદ્ધપુર શહેર ની ઉત્તર દિશાએ આવેલું છે.

ખડાલ ગામ વર્ષો પહેલા ધ્વસ્ત થઈ ગયું હતું ત્યારબાદ ખડાલ ગામના રહીશો જુદા જુદા ગામોમાં વિખરાઈ ગયેલા છે છતાં પણ આ હનુમાનદાદાનો પલ્લી ઉત્સવ જે પ્રાચીન કાળથી ઉજવાતો આવ્યો છે. અને ચૌદસે લાખો ભકતો દૂરદૂરથી દાદાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...