કામગીરી શરૂ:સિદ્ધપુરમાં મધૂપાવડીયા પાસે નદીમાં ચેકડેમનું ઉત્ખનન શરૂ

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં મધૂપાવડીયા પાસે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા બે ચેકડેમ બનાવવામાં આવેલ છે જેમાં ખોદકામ કરવા બાબતે ધારાસભ્ય ચંદનજી ઠાકોરની વારંવારની રજૂઆતોના કારણે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ ચેકડેમ વર્ષ 2007માં બનાવી નર્મદાનું પાણી ભરવાનું ચાલુ કરેલ હતું. પરંતુ આ ચેકડેમ રેતીથી ભરાઈ જતાં ચોમાસામાં પુર આવવાથી નદીના કાંઠાનું ધોવાણ થઈને શહેરને નુકશાન થાય છે.

આ બાબતે અગાઉ પણ નર્મદા વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.તે અનુસંધાને મુખ્ય ઇજનેર અને અધિક સચિવ (ઉ.ગુ.) નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગરના આદેશથી ચેકડેમોનું ઉત્ખનન કામ શરૂ કરવામાં આવેલ છે જેમાં બુધવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ ઠાકોર, શહેર પ્રભારી બિપીનભાઇ દવે, નગરપાલિકા સદસ્ય હુસેનભાઇ કવાલ, ભુરાભાઈ પઠાણ, તેમજ રુદ્રેશકુમાર, રશિદભાઈ કુરેશી, હિરેનભાઈ ઠાકર જેવા કોંગ્રેસના આગેવાનોએ સ્થળ મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...