તમામ કામગીરી પૂર્ણ:સિદ્ધપુર તાલુકામાં 22 ગ્રામ પંચાયતમાં 59 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર ખાતે ચૂંટણી કર્મચારી મતપેટીઓ ઉચકીને રવાના થયા હતા - Divya Bhaskar
સિદ્ધપુર ખાતે ચૂંટણી કર્મચારી મતપેટીઓ ઉચકીને રવાના થયા હતા
  • લોકશાહીના પર્વને લઇને ચૂંટણી અધિકારી દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરાઇ

સિદ્ધપુર તાલુકાની કુલ 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર કરાઈ હતી. સડેસરી ગ્રામ પંચાયત સમરસ બનતાં બાકી 22 ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાશે. સિદ્ધપુરની સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે મુખ્ય કેન્દ્ર પર ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી, મામલતદાર કનકસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપરા દ્વારા સિદ્ધપુર તાલુકાની 22 ગ્રામ પંચાયતના 59 મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવશે.

જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ ઝોનલ ઓફિસર અને મદદનીશ ઝોનલ ઓફિસર ફરજ બજાવશે 22 ગ્રામ પંચાયતોમાં સંવેદનશીલ મતદાન મથકો પર ડીવાયએસપી સી એલ સોલંકી, સિદ્ધપુર પીઆઇ ચિરાગ ગોસાઈની રાહબરી હેઠળ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...