તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સિદ્વપુર અને ઊંઝા તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષકોની મંડળીની ચૂંટણી

સિદ્વપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 13 સીટો સાથે પ્રા.શિ.સંઘ પ્રેરિત પેનલનો વિજય

સિધ્ધપુરની યોગાજંલી હાઇસ્કુલ ખાતે સિદ્ધપુર અને ઊંઝા તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળી લિમિટેડ ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઇ હતી જેમાં અેકતા પેનલ અને પ્રગતિ પેનલ વચ્ચે ચુંટણી જંગ યોજાયો હતો. અા પ્રગતિ પેનલ વિજય થયો હતો.

સિદ્ધપુર અને ઊંઝા તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળી લિમિટેડ ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં સિધ્ધપુર તાલુકાના 8 પે સેન્ટરની 8 અને એક મહિલા અનામત તેમજ ઊંઝા તાલુકાના પાંચ પે સેન્ટર ની ૫ અને એક મહિલા અનામત એમ કુલ મળી 13 +2=15 સીટો માટેની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત પ્રગતિ પેનલ કે જેનું નિશાન ઉગતો સૂરજ હતું તેને 13 પે સેન્ટર ની સીટોમાંથી 11 સીટો અને બે મહિલા અનામત ની સીટો પર એમ કુલ મળી 15 માંથી 13 સીટો પર વિજય થયેલ જેની મતગણતરી સિદ્ધપુરની યોગાંજલી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતી એકતા પેનલની સામે પ્રગતિ પેનલ ના ભવ્ય વિજય બદલ સિદ્ધપુર અને ઊંઝા તાલુકાના શિક્ષકોનો સિદ્ધપુર અને ઊંઝા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘે આભાર વ્યક્ત કરેલ હતો તેમજ પ્રગતિ પેનલ ના 13 વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો